કોંગ્રેસને વિધાનસભા સત્ર બોલાવવા આટલું મરણીયું કેમ થયું, જાણો વિગતે

રાજકારણ એક એવું ક્ષેત્ર જેમાં સતત ખેંચતાણ કાવાદાવા ચાલતા જ રહે છે. ક્યારેક કોઇ પક્ષનું પલડું ભારે તો ક્યારેક બીજા પક્ષનું. પણ રાજસ્થાનનાં રાજકારણમાં અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે તે કંઇક અલગ છે. અહીં તો બંધારણ અને રાજકારણ સામ સામે આવી ગયા છે. અને એટલે જ આખા દેશની નજર આ દાવપેચ પર છે.
રાજસ્થાનમાં ઉભા થયેલાં રાજકીટ સંકટમાં રોજ નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યાં છે. પહેલાં કોંગ્રેસમાં ગહેલોત વર્સીસ સચિન પાયલટની સ્થિતિ સર્જાઇ. હવે આ મુદ્દો કોર્ટ પહોંચ્યો છે. તો બીજી તરફ ગહેલોત વર્સીસ રાજ્યપાલની લડાઇ શરૂ થઇ છે.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાન કોંગ્રેસે રાજ્યપાલ કલરાજ મિશ્ર સામે મોરચો માંડ્યો છે. પણ સવાલ એ છે કે કોંગ્રેસને વિધાનસભા સત્ર બોલાવવા આટલું મરણીયું કેમ થયું છે. શું કોંગ્રેસ બહુમતિ સાબિત કરવા માગે છે. અને શું રાજ્યપાલ પાસે આટલી સત્તા છે.
વિધાનસભાનું સત્ર બોલાવવાને લઇને ગેહલોત સરકાર જંગે ચઢી છે. પણ સામે ભાજપ કે પાયલટ જૂથ એક શબ્દ પણ નથી ઉચ્ચારી રહ્યાં કે નથી ફ્લોર ટેસ્ટની માગ કરી રહ્યાં. આખરે મામલો શું છે. કઇ રણનીતિ કામ કરી રહી છે.
રાજસ્થાનની લડાઇ રાજ્ય વર્સીસ રાજ્યપાલની થઇ ગઇ છે. પણ આ પહેલીવાર નથી કે જ્યારે રાજ્ય અને રાજ્યપાલ આમને સામને આવી ગયા હોય. આવું ભૂતકાળમાં પણ અનેક વખત બન્યું છે. ઇતિહાસનાં પાનાં ઉલેચીયે અને જોઇએ કે જ્યારે જ્યારે આવું થયું ત્યારે કોનું પલડું ભારે રહ્યું છે.
એક તરફ રાજસ્થાનમાં રાજ્યપાલ વર્સીસ મુખ્યમંત્રીની લડાઇ ચાલી રહી છે. કોંગ્રેસમાં બે જૂથોની લડાઇ કોર્ટમાં પહોંચી છે. તેની વચ્ચે સરકારને ઘેરવા હવે માયાવતીની પાર્ટી બસપા પણ મેદાનમાં છે. બસપાનાં છ ધારાસભ્યોનો મુદ્દો અત્યારે ગુંજી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન