Find out the date of birth and the nature of the person according to Chinese astrology
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ચાઈનીઝ જ્યોતિષ મુજબ જાણો જન્મતારીખ અને વ્યક્તિનો સ્વભાવ કેવા હોય છે?

ચાઈનીઝ જ્યોતિષ મુજબ જાણો જન્મતારીખ અને વ્યક્તિનો સ્વભાવ કેવા હોય છે?

 | 8:17 am IST
  • Share

ચાઇનીઝ જ્યોતિષ

જન્મતારીખ ૧

કોઈપણ માસની પહેલી તારીખે જન્મેલી વ્યક્તિ બુદ્ધિશાળી, તેજસ્વી, દૃઢ મનોબળવાળી, સંકલ્પ શક્તિવાળી, નેતૃત્વશક્તિવાળી, મહત્ત્વાકાંક્ષી, સાહસિક, હિંમતવાન, સર્જક શક્તિશાળી, સંશોધનની શોખીન, સ્વતંત્ર સ્વભાવની, મૌલિક કાર્યનો આરંભ કરનારી અને નિયમન કે અંકુશ પ્રત્યે સખત અણગમો ધરાવનારી હોય છે. તેમને બીજાઓને અનુસરવાનું કે તેમની આજ્ઞાનું પાલન કરવાનું ગમતું નથી. તેઓ જક્કી અને હઠીલા હોય છે અને નમતું મૂકવામાં માનતા નથી. તેથી તેમના અનેક વિરોધીઓ અને દુશ્મનો થાય છે.

તેમની વાણી કઠોર અને કડવી હોય છે, પણ તેઓ હૃદયના નિખાલસ હોય છે. તેમના મિત્રો અને સંબંધીઓ તેમના આ સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ લાગણીઓ અને ઊર્મિઓનું પ્રદર્શન કરતા નથી. છતાંય તેઓ બીજાઓ તરફથી હૂંફ, પ્રેમ અને સહાનુભૂતિની આશા રાખે છે. તેઓ માનસિક તણાવ અને બોજો અનુભવે છે અને તેથી તેમને કોઈ વખત બ્લડપ્રેશરનું દર્દ થાય છે.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેમણે દ્વેષીલો, હઠીલો, દુરાગ્રહી અને બીજા પર આધિપત્ય જમાવવાનો સ્વભાવ ત્યજીને, બીજાઓ સાથે સહકારથી કામ કરવું જોઈએ. તેમનામાં સંગઠનશક્તિ અને વ્યવસ્થાશક્તિ હોય છે. તેઓ સમાજના સંપર્કમાં રહીને કરવાના કામધંધાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેઓ શિક્ષક, અધ્યાપક, સંશોધક, સેલ્સમેન, એન્જિનિયર, વિમાનચાલક, વિશ્લેષણકર્તા, સામાજિક, ધાર્મિક અને રાજકીય નેતા, સંસ્થાના વડા તરીકે સફળ બને છે.

શુભ દિવસઃ રવિ અને સોમવાર

ભાગ્યશાળી રંગઃ આછો પીળો અને સોનેરી.

જન્મતારીખ-૨  

આ તારીખે જન્મેલી વ્યક્તિના ગુણધર્મો પહેલી તારીખે જન્મેલી વ્યક્તિના ગુણધર્મોથી ઊલટા અને પૂરક હોય છે. તેઓ સ્ત્રીત્વના ગુણધર્મો ધરાવે છે. તેઓ નમ્ર, ભલા, માયાળુ, પ્રેમાળ, નિસ્વાર્થ, મિલનસાર, લાગણીપ્રધાન, સહકારથી કામ કરવાની વૃત્તિવાળા અને બીજાઓને મદદ કરવાની ભાવનાવાળા હોય છે.

તેમને સંઘર્ષ, ક્લેશ, ઝઘડો વગેરે ગમતા નથી અને તેથી સંવાદિતા સ્થાપવા અને સુલેહ-શાંતિ કરાવવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ આદર્શ મિત્ર અને ભાગીદાર હોય છે. તેઓ મદદનીશ અને સહાયક તરીકે પણ સારું કામ કરે છે, કારણ કે તેઓ આજ્ઞાઓનો અમલ ઉત્સાહપૂર્વક કરી જાણે છે. તેઓ સ્વતંત્ર રીતે કામ કરવા પ્રયત્ન કરે છે. ત્યારે તેમને ઓછી સફળતા પ્રાપ્ત થાય છે. પણ જ્યારે તેઓ બીજાઓના સાથે ટુકડીમાં અથવા બીજાઓના વિચારો અને યોજનાઓનો સારી રીતે અમલ કરી જાણે છે.

તેમણે તેમના ચંચળ સ્વભાવ, હતાશા, નિરાશા, દિલગીરી અને ગમગીનીથી બચતા રહેવું જરૂરી છે. તેમણે પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મશ્રદ્ધા ગુમાવવી ન જોઈએ અને નિરાશ ન થવું જોઈએ. શક્ય હોય તો તેમણે સુખદ વાતાવરણમાં રહેવું જોઈએ.

આ લોકોને કલાકારીગરી પ્રત્યે પ્રેમ હોય છે અને તેમણે જીવનમાં તેનો શોખ કેળવવો જોઈએ અને તેઓ સરકારી નોકરીમાં સ્ટેટસમેન રાજકીય પુરુષ, કારકુન, હિસાબનીશ, સ્ટેનોગ્રાફર, આંકડાશાસ્ત્ર, વિશ્લેષણકર્તા (એનાલિસ્ટ), પોલીસ અધિકારી, સંગીતકાર, અભિનેતા, કવિ અને શિલ્પકાર તરીકે સફળ બને છે.

શુભ દિવસઃ સોમવાર અને શુક્રવાર

ભાગ્યશાળી રંગોઃ સફેદ અને લીલો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન