Find out the reason why Raj Kundra hid his face at the airport.
  • Home
  • Entertainment
  • Bollywood
  • એરપોર્ટ પર રાજ કુંદ્રાએ કેમ છુપાવ્યો ચહેરો, જાણો કારણ..

એરપોર્ટ પર રાજ કુંદ્રાએ કેમ છુપાવ્યો ચહેરો, જાણો કારણ..

 | 5:39 pm IST
  • Share

  • પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી શિલ્પા શેટ્ટી
  • રાજ કુંદ્રાએ કેમેરાથી જાળવ્યું અંતર
  • રાજ કુંદ્રાએ એરપોર્ટ પર ઢાંકી દીધો ચહેરો

 

થોડા સમય પહેલા શિલ્પા અને રાજ સાથે હિમાચલ પ્રદેશ ગયા હતા. તે પછી ફરી તેઓ સાથે પ્રવાસ કરતા જોવા મળ્યા. શિલ્પા શેટ્ટી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી.ત્યાં તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા પણ હતો. એરપોર્ટ પર રાજ કુંદ્રા બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો. તેણે કાળા ચશ્મા, હુડી અને માસ્ક સાથે આખો ચહેરો છુપાવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું.  

 રાજે જાળવ્યું કેમેરાથી અંતર

રાજ કુન્દ્રા જ્યારથી પોર્નોગ્રાફીના કેસમાં ફસાયો છે ત્યારથી તે મીડિયાથી ભાગી રહ્યો હોય તેવું લાગે છે જ્યાં પણ જાય છે ત્યાં કેમેરાથી અંતર જાળવતો જોવા મળે છે.જ્યારથી રાજ જેલમાંથી પાછો આવ્યો છે ત્યારથી તે કેમેરા સામે આવ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by E Nest (@eenestofficial)

એરપોર્ટ પરથી રાજ કુન્દ્રાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં રાજ ફોટોગ્રાફરથી અંતર જાળવતો જોવા મળી રહ્યો છે. પહેલા રાજકુંદ્રા એરપોર્ટની અંદર જતો રહે છે અને ત્યારબાદ શિલ્પા શેટ્ટી ગાડીમાંથી ઉતરે છે અને કેમેરામેનને પોઝ આપ્યા વિના જ સીધી એરપોર્ટમાં જતી રહે છે.

શિલ્પા શેટ્ટીને ટ્રોલનો સામનો કરવો પડ્યો

રાજ  કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયો ત્યારે શિલ્પા શેટ્ટીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કામમાંથી બ્રેક લીધો અને બાળકો અને ઘરની સંભાળ લીધી. આ સાથે શિલ્પાને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. જેલમાંથી પાછા આવ્યા બાદ રાજ મીડિયાની નજરથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો