Find out what Bollywood singer artists will do to entertain Trump and Modi at Motara Stadium
  • Home
  • Ahmedabad
  • મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીનું મનોરંજન જાણો કયા બોલિવુડ ગાયક કલાકારો કરશે, જાણો આખો કાર્યક્રમ

મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીનું મનોરંજન જાણો કયા બોલિવુડ ગાયક કલાકારો કરશે, જાણો આખો કાર્યક્રમ

 | 6:04 pm IST

અમદાવાદમાં આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોંઘેરા મહેમાન બનવાના છે. ત્યારે અમદાવાદને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. હાલ અમદાવાદના રસ્તાઓથી માંડીને સુરક્ષાની દ્દષ્ટિએ પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

ટ્રમ્પ અને મોદીનાં મનોરંજન માટે બોલિવુડનાં ગાયક કલાકારોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના મનોરંજન માટે બોલીવુડના જાણીતા ગાયક કલાકારો જેવા કે, એ.આર.રહેમાન, સોનુ નિગમ અને શાનને મોટેરા સ્ટેડિયમમાં આવશે.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં લોકાર્પણમાં ભારતમાં પૂર્વ કેપ્ટન અને બીસીસીએસના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી તેમજ સચિન તેડુલકર, પાર્થિવ પટેલ, જસપ્રીત બુમરાહને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં આ કિકેટરો મોદી-ટ્રમ્પ સાથે હાજર રહેશે. અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ ‘કેમ છો ટ્રમ્પ’ રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, ‘નમસ્તે ટ્રમ્પ’ અથવા ‘નમસ્તે પ્રેસિડેન્ટ’ નામ રાખવામાં આવશે. જેના માટે સોમવારથી પ્રચાર – પ્રસાર માટેના મટીરીયલ તૈયાર કરાશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્વ મોદી તેમજ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ કાર્યકમ કેમ છો ટ્રમ્પનાં નામથી યોજાવવાનો હતો, પરંતુ અહેવાલ મુજબ રાજય સરકારે આ કાર્યકમ નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પનાં નામથી યોજવામાં આવશે.

ટ્રમ્પનું એરફોર્સ-1 વિમાન 24 ફેબ્રુઆરી સોમવારે સવારે 11:55 કલાકે એરપોર્ટ પહોંચશે. ત્યાર પછી તેઓ પહેલા સાબરમતી આશ્રમ જશે. ત્યાં 25 મિનિટ પસાર કરશે. જે બાદ બપોરે 1:15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ દરમિયાન મોદી પણ તેમની સાથે હશે. અહીં મોદી અને ટ્રમ્પનું ભાષણ થશે. બપોરે 3:30 વાગ્યે ટ્રમ્પ દિલ્હી જવા રવાના થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી પાછા મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શૉ કરતા કરશે. આ દરમિયાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે. તેમનું અભિવાદન કરવા માટે 50 હજાર લોકોની જનમેદની પણ ત્યાં હાજર રહેશે. રોડ શૉ દરમિયાન ગુજરાતી સંસ્કૃત્તિની ભાતીગળ ઝાંખીઓ વચ્ચે વચ્ચે જોવા મળશે. આ માટે વિવિધ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન