Find out what is served in Ahmedabad restaurant, what the rules say
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની નામચીન રેસ્ટોરામાં પીરસાતા ભોજનની જાણો હકિકત, શું કહે છે નિયમો

અમદાવાદની નામચીન રેસ્ટોરામાં પીરસાતા ભોજનની જાણો હકિકત, શું કહે છે નિયમો

 | 10:13 pm IST

આપણે એ જાણ્યુ કે દાઝીયું તેલ કેવી રીતે શરીર માટે ઝેર સમાન છે. ત્યારે ત્યારે આવો તમને બતાવીએ શહેરની એવી રેસ્ટોરાં જે જ્યાં તમે મોંઘાદાટ બિલ ચૂકવીને જમો છો. પણ તેઓ તમારા પૈસા લૂંટીને પણ તમને ઝેર આપી રહ્યા છે.

દાઝીયું તેલનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો છે. કારણ કે તે શરીર માટે ઝેર સમાન છે. છતાં શહેરમાં તેલની ગુણવત્તાને લઇને જાણે કોઇ ધારા ધોરણ અને કોઇ નિયમ જ ન હોય તેમ અંધેરીનગરી જેવો તાલ જોવા મળી રહ્યો છે. નાની દૂકાનોથી લઇ ઇન્ટરનેશનલ ફૂડ ચેઇન્સ પર દાઝીયા તેલમાં બનેલું ઝેર તમને પીરસી રહી છે. અમદાવાદની 70 લાખની વસ્તીને રોજ ચટાકેદાર ભોજનના નામે પીરસાતા ઝેરનું સંદેશન્યૂઝે રિયાલીટી ચેક કર્યું હતું.

બર્ગરકિંગના બર્ગર અને ફ્રાઇઝ તમે ખુબ જ મજાથી ખાઓ છો તેઓ ઝેર જેવા તેલમાં તળીને તમને તમારું ભોજન આપે છે. બે અલગ અલગ ફ્રાયરમાં અલગ અલગ ટીપીએમ આવતા બર્ગરકિંગના સંચાલકો બહાના આપી રહ્યા છે. શહેરમાં જમવાના નામે ઝેર પીરસતા રેસ્ટોરાંની યાદી લાંબી છે. શહેરમાં દરેક નામદાર રેસ્ટોરાં દાઝીયા તેલના નામે કાળો કારોબાર રહી છે અને તેમના ખિસ્સા ભરવા માટે હજ્જારો રૂપિયા વસુલીને પણ તમને ધીમું કેન્સર આપી રહી છે. શહેરમાં મોટી રેસ્ટોરાં અને ક્વોલિટી ફુડના નામે ધિકતો ધંધો કરતી ફુડચેઇન્સ જો ઝેર સમાન તેલ વાપરતી હોય ત્યારે નાની મોટી દૂકાનનું શું કહેવું.

સંદેશન્યૂઝે સૌથી મોટું રિયાલીટી ચેક કર્યું છે. જેમા ચોંકાવનારી અને પ્રાણઘાતક હકિકત સામે આવી છે. તમે આરોગતા ભોજન તેલમાં નહીં પરંતુ ઝેરમાં તળાઇ રહ્યા છે. સ્વાદના નામે ધીમું મોત તમને પિરસાઇ રહ્યું છે. તમે મોતનો સ્વાદ દરરોજ ચાખી રહ્યા છો. સંદેશના ‘ઓપરેશન પ્રાણ’ ના રિયાલિટી ચેકમાં આવેલી ચોંકાવનારી હકિકત તમે જાણી અમદાવાદની માનચીન અને પ્રખ્યાત હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું ભૂલી જશો.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ

તળવા માટેના ખાદ્ય તેલની ગુણવત્તાની જાળવણી જરૂરી
દાઝીયા તેલની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડના અંકથી થાય
૨૫થી વધારે TPC તેલના ઉપયોગ પર પ્રતિબંધ
વારંવાર અને લાંબો સમય તળવા તેલની ગુણવત્તામાં ઘટાડો
તેલ કાળુ પડી જાય છે અને ધુમાડા ઉત્પન્ન થાય છે
૨૫થી વધારે TPC હોય તે તેલ ઉપયોગ કરવા લાયક નથી
૨૦ સુધીના TPC તેલીયું ફરસાણ આરોગ્ય માટે હાનિકારક નહિ

ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. એક જ તેલનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે લોકેને કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. તેલના વારંવાર ઉપયોગથી જીવલેણ રોગ થઈ શકે છે. આવા તેલથી કેન્સર જેવા ભયાનક રોગ થવાની પ્રબળ સંભાવનાઓ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા કેટલાક વેપારીઓને આકરી સજા થવી જોઇએ અને તંત્ર દ્વારા પણ આકરા પગલા લેવા જોઇએ.

સંદેશ ન્યૂઝના સવાલ
શુ કરી રહ્યુ છે રાજ્યનું આરોગ્ય વિભાગ
શુ સમગ્ર ઘટના અંગે આરોગ્ય વિભાગને નથી ખબર
આરોગ્ય વિભાગના અધિકારીઓની મીલીભગત
નાગરિકોના સ્વાસ્થ્યની કોણ કરશે દરકાર
શુ માત્ર તહેવારો પર જ કાર્યવાહી કરવાની
ચાર-છ દુકાનોના નમૂના લઈને શા માટે સંતોષ માનવાનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન