Find out what the Court said on the issue of renovation of Gandhi Ashram
  • Home
  • Ahmedabad
  • ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે જાણો શું કહ્યું હાઈકોર્ટે

ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે જાણો શું કહ્યું હાઈકોર્ટે

 | 3:30 pm IST
  • Share

  • સરકારની બાહેધરી મુજબ આશ્રમની ખ્યાતિ વધશે 
  • 46 જુના રહેણાંક મકાનોને પૂર્વવત કરવામાં આવશે

 

ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદારની માગ સ્વીકારવા હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. તથા હાઈકોર્ટે જણાવ્યું છે કે સરકારની બાહેધરી મુજબ આશ્રમની ખ્યાતિ વધશે. તથા એડવોકેટ જનરલે જણાવ્યું છે કે 46 જૂના રહેણાંકને પૂર્વવત કરાશે.

ગાંધી આશ્રમની આસપાસના 55 એકર વિસ્તારનું નવીનીકરણ

ગાંધી આશ્રમના નવીનીકરણ વિષયે કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે અરજદાર દ્વારા અરજીમાં કરાયેલી માંગણી સ્વીકારવા ઇન્કાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ ગાંધી આશ્રમની આસપાસના 55 એકર વિસ્તારનું નવીનીકરણ થવાથી રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અને ખ્યાતિ વધશે. જેમાં હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા કોર્ટ સમક્ષ રજુઆત કરાઈ છે.

ગાંધીજીના મૂલ્યો અને વિચારોને જરાય નુકસાન પહોંચાડવા માંગતા નથી

ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે કહેવાય છે કે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે એવું કંઈ થવાનું નથી. તથા એક એકરના ગાંધી આશ્રમને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચશે નહી. જ્યાં ગાંધી આશ્રમ, મ્યુઝિયમ અને મગન વિલા છે. તથા સરકાર દ્વારા આસપાસની 55 એકરની જમીન ઉપર આવેલા 46 જુના રહેણાંક મકાનોને પૂર્વવત કરવામાં આવશે. તથા ગાંધીજીના મૂલ્યો અને વિચારોને જરાય નુકસાન પહોંચાડવા માંગતા નથી. તેમ જણાવ્યું છે.

કેટલાક મકાનો જે વગર નોટિસે તોડી પાડવામાં આવશે

તેમજ અરજદાર તરફથી વકીલની રજુઆતમાં નવીનીકરણ મુદ્દે એક જ પ્રશ્ન છે કે ગાંધીજી સમયે બનેલા માળખાનું મહત્વ બદલાઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવનારા અને ગાંધી વિચારો ઉપર અભ્યાસ કરનારા અને રિસર્ચ કરનારા લોકોને એવું લાગશે કે અગાઉ જે હતું તે હવે નથી. કેટલાક મકાનો જે વગર નોટિસે તોડી પાડવામાં આવશે એવી માહિતી છે, ત્યારે આ ગાંધી વિચારોની વિરુદ્ધ છે.

ટ્રસ્ટના લોકોના મત લેવાની વાત હોય તો એ યોગ્ય

ત્યારે હાઇકોર્ટે જણાવ્યું હતુ કે તમે આ વિષય ઉપર સિવિલ કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. જ્યારે આશ્રમનું નવીનીકરણ થતું હોય તો એ મામલે ગાંધી વિચારોમાં માનનારા લોકોના મત પણ લેવાવા જોઈએ. આશ્રમ સુધીની વાત હોય ત્યારે ટ્રસ્ટના લોકોના મત લેવાની વાત હોય તો એ યોગ્ય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો