Find out who celebrated the sacred and beloved festival of Rakshabandhan by Gujarati artists
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતી કલાકારોએ રક્ષાબંધનનો પવિત્ર અને પ્રેમભર્યો તહેવાર જાણો કોને ક્યાં ઉજવ્યો, ગીતા રબારીએ તો…

ગુજરાતી કલાકારોએ રક્ષાબંધનનો પવિત્ર અને પ્રેમભર્યો તહેવાર જાણો કોને ક્યાં ઉજવ્યો, ગીતા રબારીએ તો…

 | 2:16 pm IST
  • Share

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરતા જવાનો સાથે જાણીતા લોકગાયિકા ગીતારબારીએ રક્ષા બંધનની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ અભિયાન અંતગત ગુજરાતના પ્રત્યેક ગામડામાંથી એક એક રાખડી એકત્રિત કરવામાં આવી હતી. ગુજરાતના ગામડામાંથી 18000 રાખડી એકત્રિત કરી સરહદ પર જવાનો માટે મોકલવામાં આવી હતી. ગીતાબેન રબારી બીએસએફ જવાન હાથે રાખડી બાંધી જવાનોની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

કચ્છની સરહદે તૈનાત બીએસએફ જવાનોને હાથે કલાકાર ગીતા રબારી રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ભુજ ખાતે જવાનોને હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી હતી. ઘર પરીવાર છોડીને દેશની સરહદ પર રક્ષા કરતા જવાનોને હાથે રાખડી બાંધી પરિવાર ભાવનાંનો અહેસાસ કરાવ્યો હતો.

કચ્છ સરહદ પર રાત દિવસ દેશની સીમાસુરક્ષા કરતા જવાનોના હાથમાં રાખડી બાંધી અને જવાનોને તમામ આફતા સામનો કરી દેશને સલામત રાખે તેવી બહેન દ્વારા પ્રાથના કરવામાં આવી હતી. ભુજ ખાતે આયોજિત રક્ષાબંધન કાર્યકમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડી જવાનો હાથે બાંધવામાં આવી હતી.

પોતાના પરિવાર દુર અને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાન હાથે કવચ રૂપી રાખડી બાંધતા જવાનનો ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. ગીતારબારી તેરી મીટ્ટીમેં મીટ જાવા ગીત ગાઈને જવાનોને રક્ષાબંધન તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતી લોકગાયક રાજલ બારોટે તેમની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. 3 બહેનોને રાખડી બાંધીને રક્ષા કરવાનું વચન આપ્યું હતું. ભાઈ ન હોવાથી બહેનો જ એક બીજાને રાખડી બાંધીને રક્ષાબંઘનની ઉજવણી કરે છે. કોરોનાની મહામારીમાં લોકો એ સાચવીને ઉજવણી કરવી તેમ રાજલ બારોટે જણાવ્યું હતું.

આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન. ત્યારે આજરોજ મૂળ ગોંડલના તેમજ વર્ષોથી રાજકોટ રહેતા એવા સાંઈરામ દવે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. સાંઈરામ દવેનું નામ લોક સાહિત્યકાર તરીકે હાસ્યકાર તરીકે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં જાણીતું છે.

રાજકોટમાં વર્ષોથી રહેતા એવા જાણીતા ભજનીક હેમંત ચૌહાણે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. તો સાથોસાથ કૌરવો અને પાંડવોના વખતથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાતો આવે છે તે પણ જણાવ્યું હતું.

લોકગાયક કલાકર પૂનમબેન ગોંડલીયાએ ભાઈને રાખડી બાંધીને ઉજવણી કરાઈ છે. ભાઈ બેનના સબંધને લઈ એક ગીત પણ ગાયું હતું. ત્યારબાદ પૂનમબેન ગોંડલીયાએ ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના પણ કરી હતી અને ભાઈ પાસે વચન લેવડાવ્યું કે કોરોના કહેરમાં કામ વગર ઘરની બહાર ન જાય.

લોકગાયક કલાકર કીર્તિદાન ગઢવીએ પણ રક્ષાબંધની ઉજવણી કરી છે. કીર્તિદાન ગઢવીના બહેને રાખડી બાંધીને તેમના લાબાં ઉંમરની પ્રાર્થના કરી છે. તો કીર્તિદાન દ્વારા કોરોના વોરિયર્સ એવા પોલીસ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ માટે તેમને ભગવાન પાસે પાર્થના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન