Find out who will get how many seats in the 8th Gujarat Assembly by-election according to journalists
  • Home
  • Gandhinagar
  • જાણો પત્રકારોના મતે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે?

જાણો પત્રકારોના મતે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે?

 | 4:30 pm IST

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે 9થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનો ફોર્મ ભરી શકશે. 09 ઓક્ટોબરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.

આ દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના પત્રકારોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે કે, આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટી મળશે.

ગુજરાતના પત્રકારોના મતે 6 ભાજપ અને 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે. સૌરાષ્ટ્રના પત્રકારો માને છે 6 ભાજપ અને 2 પર કોંગ્રેસ જીતશે જ્યારે દક્ષિણ ગુજરાતના પત્રકારો માને છે ભાજપ કોંગ્રેસ 4-4 બેઠક જીતી શકે છે. ત્યાં જ મધ્ય ગુજરાત પત્રકારોના મતે રાજ્યની તમામ બેઠકો પર ભાજપ જીતી શકે છે.

બીજી બાજુ પેટાચૂંટણીની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે. ચાવડાએ જણાવ્યું છે કે આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે.ચાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટાચૂંટણીઓ માટે ભાજપ જવાબદાર છે. પરંતુ પક્ષપલટુઓને આ વખતે પ્રજા જાકારો આપશે. હાલ કોંગ્રેસમાં આઠેય બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલું છે.

તમને જણાવી દઈએ કે અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડાવ અને કરજણ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 12 રાજ્યોની 56 વિધાનસભાની સીટો અને બિહારની એક લોકસભા સીટ પર પેટાચૂંટણીઓની તારીખ જાહેર કરીદીધી છે અહીં 3 નવેમ્બરે વોટિંગ અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન