finney-android-blockchain-cryptocurrency-phone
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • જો તમારી પાસે હશે ‘Bitcoin’, તો જ મેળવી શક્શો આ સ્માર્ટફોન, જાણો કેમ

જો તમારી પાસે હશે ‘Bitcoin’, તો જ મેળવી શક્શો આ સ્માર્ટફોન, જાણો કેમ

 | 12:44 pm IST

સ્વિઝરલેન્ડની કંપની Sirin Labsને એક એવો ફોન બનાવ્યો છે જે બ્લોકચેન સિસ્ટમ પર કામ કરે છે. બ્લોકચેન સિસ્ટમ એટલે એવી ટેકનિક જેનાથી ક્રિપ્ટોકરન્સીની લેણદેણને વધુ સુરક્ષિત બનાવવામાં આવે છે. કંપની Finney નામથી આ ફોનને ક્રિપ્ટોકરન્સી (બિટકૉઈન જેવી કરન્સી)ના લેણદેણને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. કંપનીનું કહેવું છે કે, આ ફોન ક્રિપ્ટોકરન્સીની લેણદેણ માટે સૌથી સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર આ ફોનની ડિલિવરી આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. તેની કિંમત 999 ડૉલર એટલે કે લગભગ 69,000 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની ખાસ વાત તે હશે કે આ ફોન કાર્ડ પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી કરવાથી નહીં મળે પરંતુ તેના માટે સિરિન લેબ્સની પોતાની ક્રિપ્ટોકરન્સીથી ખરીદી શકાશે. આ ફોનમાં પોતાનું એક ક્રિપ્ટો ટોકન SRM Coin આપવામાં આવ્યું છે.

જો તમે આ ફોનને ખરીદવા માંગતા હોય તો પહેલા કંપની પાસેથી 69,000 રૂપિયાના SRM Coin લેવા પડશે, ત્યારબાદ તમે આ ફોનને ખરીદી શકાશે. ક્રિપ્ટોકરન્સી પર ચાલી રહેલી તવાઈના કારણે ભારતમાં આ ફોન ખરીદી શકાય તેમ નથી. સાથે ફોનમાં એક Token Conversion Service ફીચર આપવામાં આવ્યું છે, જેની સહાયતાથી તમે પોતાના SRM Coinને કોઈ બીજી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી શકો છો.

આ ફોન એન્ડ્રોઈડના બ્લોકચેન બેસ્ડ એક ખાસ વર્ઝન પર કામ કરશે જે તમારી ક્રિપ્ટોકરન્સી માટે સૌથી વધુ સુરક્ષિત રહેશે. આ ફોન માટે પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે. જો કે, Block Chain એક ડિસ્ટ્રિબ્યૂટેશન ટેકનિક હોય છે. તેની મદદથી પૈસાની લેવડ-દેવડ વધુ સુરક્ષિત બનાવી શકાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે Bitcoinના લેવડ-દેવડમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ ફોનનું નામ Finney વિશ્વના પહેલા બિટકોઈન ગ્રાહક Hal Finney ના નામ પર રાખવામાં આવ્યું છે.