હસીન જહાંએ ક્રિકેટર શમી સહીત 5 પર કરી FIR, ભાઈ પર લગાવ્યો રેપનો આરોપ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હસીન જહાંએ ક્રિકેટર શમી સહીત 5 પર કરી FIR, ભાઈ પર લગાવ્યો રેપનો આરોપ

હસીન જહાંએ ક્રિકેટર શમી સહીત 5 પર કરી FIR, ભાઈ પર લગાવ્યો રેપનો આરોપ

 | 8:02 pm IST

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શમી અને પરિવાર વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. જહાંએ કોલકાતાના જાદવપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. આ FIRમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે. શમી પર હત્યાના પ્રયાસ અને ભાઈ પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શમીની પત્નીનું કહેવું છે કે તેને બળજબરીથી તેના પતિના ભાઈ સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરવામાં આવતી હતી.

હસીન જહાંની ફરિયાદ પ્રમાણે શમી અને તેના પરિવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર) 506, 328, 34 જેવી ગંભીર કલમ લગાવવામાં આવી છે.

આ FIR પર શમીએ નિવેદન પણ આપ્યું છે. શમીએ જણાવ્યું કે હસીન અને તેના પરિવાર સાથે અમે લોકો મળીને આ કેસ ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ ખબર નહિ કોણ જહાંને ભડકાવી રહ્યું છે. શમીએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી દેશ માટે રમતા મારા પ્રદર્શન સાથે સમાધાન કરવાની વાત છે તો હું એવું કરવાની જગ્યાએ મરવાનું પસંદ કરીશ.