FIR against Kamaal R Khan for Derogatory Tweets about Rishi Kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિવંગત ઋષિ કપૂર અને ઇરફાન ખાન વિરૂદ્ધ ગંદી કોમેન્ટ કરનાર અભિનેતા ભેરવાયો

દિવંગત ઋષિ કપૂર અને ઇરફાન ખાન વિરૂદ્ધ ગંદી કોમેન્ટ કરનાર અભિનેતા ભેરવાયો

 | 5:17 pm IST

કમાલ આર ખાન ઉર્ફ કેઆરકે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વીટને લઇ હંમેશા ચર્ચામાં રહે છે. વધુ એક વખત કેઆરકેનું ટ્વીટ તેના પર ભારે પડી ગયું. ખરેખ કમાલ આર ખાને દિવંગત એક્ટર ઋષિ કપૂર અને ઇરફાન ખાનને લઇ ગત કેટલાક દિવસો પહેલા આપત્તિજનક ટ્વીટ કર્યું હતું જેને લઇ હવે તેના વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસની જાણકારી અનુસાર કેઆરકે વિરૂદ્ધ બુધવારે બાંદ્રામાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

એક ખબર અનુસાર યુવા સેનાની કોર કમીટીના સદસ્ય રાહુલ કનલે કેઆરકે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાહુલ કનલે 30 એપ્રિલે કમાલ આર ખાનનાં તે ટ્વીટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમા તેણે ઋષિ કપૂર અને ઇરફાન ખાન વિરૂદ્ધ ખરાબ કોમેન્ટ કરી હતી. કેઆરકે એ પોતાના ટ્વીટમાં લખ્યુ હતું,’ઋષિ કપૂરે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં ભર્તી કરવામા આવ્યા હતા, હું તેમને એ કહેવા માંગુ છું કે, સર તમે સ્વસ્થ થઇને પરત આવજો નિકળી ના જતા, કારણ કે દારૂની દુકાન માત્ર 2-3 દિવસમાં ખુલવાની છે.’

અપમાનજનક ટિપ્પણી કરવા માટે કમાલ આર ખાન પર કલમ 294 અને આઇપીસીની અન્ય કલમોના પ્રાવધાન અંતર્ગત પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે જોકે તેની ધરપકડ થઇ નથી અને આગળની કપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઇએ કે કમાલ આર ખાન સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. ફિલ્મ રિવ્યૂથી લઇ દરેક પ્રકારના મુદ્દા પર તે પોતાની રાય આપે છે. કેઆરકે એ પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી બોલિવૂડમાં ઘણા દુશ્મનો પણ બનાવી લીધા છે. કમાલ આર ખાન બિગ બોસમાં આવ્યા બાદ ખુબ ચર્ચામાં આવી ગયો હતો. કેઆરકે એ પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યુ કે, ઇરફાન ખાન પોતાના નિર્માતાઓ સાથે ખુબ જ ખરાબ કરે છે, તેમની સાથે યોગ્ય વ્યવહાર કરતો નથી. તેણે ઘણા નિર્માતાઓ પાસેથી પૈસા લીધા છે અને તેમનું શૂટિંગ પૂરૂ કર્યું નથી.

આ વીડિયો પણ જુઓ: કોરોનાથી વધતા મોતના આંકડા પર સૌથી મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન