સુરતઃ ધુળેટીના દિવસે વરાછા આતંક મચાવનાર યુવતી સામે નોંધાયો ગુનો - Sandesh
NIFTY 10,411.45 +0.55  |  SENSEX 33,838.78 +3.04  |  USD 64.9175 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ ધુળેટીના દિવસે વરાછા આતંક મચાવનાર યુવતી સામે નોંધાયો ગુનો

સુરતઃ ધુળેટીના દિવસે વરાછા આતંક મચાવનાર યુવતી સામે નોંધાયો ગુનો

 | 8:11 pm IST

સુરતના વરાછાના લંબેહનુમાન રોડ આવેલા ભગીરથ નગરમાં ધુળેટીના દિવસે કોયતા અને છરા જેવા ઘાતક હથિયારો સાથે જાહેરમાં હંગામો મચાવનાર અસ્મિતા ઉર્ફે ભુરી અને તેના ફ્રેન્ડ સંજયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યા બાદ દોડતી થયેલી પોલીસે આખરે આ યુગલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી નામની ખૂબસુરત યુવતી છેલ્લાં એક વર્ષથી વરાછા પંથકમાં ખોફ ફેલાવી રહી છે. છરો તેમજ પિસ્તલ લઇને ફરતી અસ્મિતા સમગ્ર વિસ્તારમાં લેડી ડોન તરીકે કુખ્યાત છે. વળી, સોશિયલ મીડિયામાં પણ અસ્મિતાએ છરા-પિસ્તલ સાથેના ફોટોગ્રાફ અપલોડ કર્યા છે. કડોદરા વિસ્તારમાં વિજય હોટેલ પાસે માનસી સોસાયટીમાં રહેતાં સંજય ભુરા નામના માથાભારે યુવક સાથે જ ફરતી આ અસ્મિતાની હરકતો ખતરનાક છે.

લેડી ડોન તરીકે ઓળખાવાનો ફાંકો રાખતી આ અસ્મિતાનો એક વીડિયો ધુળેટી બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધુળેટીના દિને બપોરના સુમારે અસ્મિતા અને તેની સાથેનો એક યુવક દારૃના નશામાં ચકચૂર બની લંબે હનુમાન રોડ પર ભગીરથ સોસાયટીમાં હાથમાં છરો લઇ બબાલ કરતા વીડિયોેમાં દેખાય છે. મશ્કરી કરતા અસ્મિતા અને તેના મિત્રએ યુવકની પાછળ દોડી-દોડી મારપીટ કરી હતી. જે વીડિયોમાં સરાજાહેર લોકોની હાજરી વચ્ચે લેડી ડોનની દાદાગીરી-ગુંડાગર્દીએ ભારે ચકચાર મચાવી હતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. ધુળેટીના દિવસે ઘટના બની ત્યારે જ સ્થાનિક કોર્પોરેટર દ્વારા પોલીસને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં થયાની વાત પણ બહાર આવતાં પોલીસ કમિશનર સતિષ શર્મા ચોંકી ઊઠયા હતાં. તેમણે આ મામલે ક્રાઇમ બ્રાંચને તપાસ પણ સોંપી હતી. દરમિયાનમાં આજે વરાછા પોલીસે આ અસ્મિતા ઉર્ફે ભુરી તથા તેના ફ્રેન્ડ સંજય ભુરા સામે ગુનો નોંધ્યો હતો.

વરાછા પોલીસે સંજય ઉર્ફે સન્ની કનુભાઇ થળેસા (કોળી) નામના એ યુવકને શોધી કાઢયો, કે જેને આ યુગલે એલ.એચ. રોડની ભગીરથ સોસાયટીમાં ઘાતક હથિયારો બતાવી ધમકી આપી હતી. અસ્મિતા અને સંજયે જિતેન્દ્ર ઉર્ફે કાલિયા નામના યુવક સાથે ઝઘડો કર્યો હતો. તેઓ જિતેન્દ્રને હથિયાર બતાવી ધમકાવતા હતાં ત્યારે ગોપાલ નામનો યુવક છોડાવવા વચ્ચે પડયો તો તેને આંગણી ઉપર ઇજા પહોંચી હતી. ત્યારબાદ સંજયે મોટા છરાથી જિતેન્દ્રને કુલ્લા ઉપર ઘા પણ માર્યો હતો. આ ઘટનાના સાક્ષી એવા સંજય કોળીની ફરિયાદ લઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.