FIR Fame Kavita Kaushik Shared Bold Photos
  • Home
  • Featured
  • Photos: FIR ફેમ કવિતા કૌશિકની બૉલ્ડ તસવીરો જોઇને રહી જશો દંગ

Photos: FIR ફેમ કવિતા કૌશિકની બૉલ્ડ તસવીરો જોઇને રહી જશો દંગ

 | 10:05 am IST

સીરિયલ FIR ફેમ કવિતા કૌશિક પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે બેધડક રીતે પોતાના વિચાર રાખતી હોય છે. કવિતા પોતાના નવા ફૉટોશૂટને કારણે એકવાર ફરી ચર્ચામાં છે. તે બીચ પર યોગા અને વર્કઆઉટ કરતા જોવા મળી રહી છે. કવિતાએ આ તસવીરની સાથે લખ્યું છે, ‘શારીરિક બનાવટની બહાર આવો. જો તમે શરીરની જરૂરિયાતને પૂરી કરો છો તો સૌ એક જેવા છે. કોઈને જાડા કે પતળા કહેવાનો હક નથી.’

તેણે વધુમાં લખ્યું કે, ‘ભારતમાં લોકોને બૉડી શેમિંગ કરવાની આદત છે. આપણે ભારતીયો લોકો વિશે ફક્ત વાતો કરવાનું જાણીએ છીએ. આ કારણ છે કે હું વિદેશીઓને બીચ પર યોગા કરતા જોઉં છું. આ બધું એ લોકો માટે છે જેમણે મારા ફૉટો્સ પર ખરાબ કૉમેન્ટ્સ કરી છે. પહેલા પોતાને સુધારો.’

ઉલ્લેખનીય છે કે કવિતા કૌશિક સોશિયલ મીડિયા પર બિકિનીમાં યોગા કરતી તસવીરો પૉસ્ટ કરતી હોય છે. આ કારણે યૂઝર્સ તેને ટ્રોલ કરતા હોય છે.