FIR May be filed against MS Dhoni in Amrapali Case
  • Home
  • Sports
  • Cricket
  • ભૂતકાળની એક ભૂલના કારણે ધોની પર ઘેરાયા સંકટના વાદળો, ‘કેપ્ટન કુલ’ સામે FIR!

ભૂતકાળની એક ભૂલના કારણે ધોની પર ઘેરાયા સંકટના વાદળો, ‘કેપ્ટન કુલ’ સામે FIR!

 | 6:13 pm IST

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની હાલ ક્રિકેટથી દૂર છે. વર્લ્ડ કપ 2019 બાદથી જ ધોનીએ ક્રિકેટથી બ્રેક લીધો છે. પરંતુ તેમ છતાં તેઓ સતત ચર્ચામાં રહે છે. ક્યારે સંન્યાસને લઈ તો ક્યારે તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈ. પરંતુ હવે ધોની એક અન્ય કારણથી ચર્ચામાં છે. આમ્રપાલી ગ્રુપ વિવાદમાં ફરી એક વખત એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આમ્રપાલી કેસ હેઠળ એમ.એસ.ધોની વિરુદ્ધ FIR નોંધાઈ છે. 27 નવેમ્બરે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ નવી FIR નોંધી છે. જેમાં ધોનીનું પણ નામ સામેલ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2003માં આમ્રપાલી ગ્રુપ દ્વારા લોકો પાસે પૈસા લઈને પણ તેમને ઘરની ફાળવણી કરવામાં નહોતી આવી. તેથી કંપની પર આરોપ છે કે તેણે લગભગ 42 હજારથી વધુ ઘર ખરીદનારાઓ સાથે દગો કર્યો છે. ઉપરાંત કંપનીએ લોકોના 2,647 કરોડ રૂપિયા લઈને બીજા પ્રોજેક્ટમાં લગાવ્યા અને ત્યાર બાદ બધા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અધુરા છોડી દીધા. ઉલ્લેખનીય છે કે ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ કારણે તે આ મામલામાં ફસાયો છે.

નવી FIRમાં ધોની પર આ આરોપ:

મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોની સામે 27 નવેમ્બરે નોંધાયેલી FIRમાં ઘર ખરીદનારાએ આરોપ લગાવ્યો કે ધોની આ ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તેણે કંપનીને પ્રમોટ કરવાનું કામ કર્યું હતું. ભારતમાં ધોનીની છવિ જોતા લોકોએ આમ્રપાલી ગ્રુપ પર વિશ્વાસ કર્યો અને રોકાણ કરી ઘર ખરીદ્યા પરંતુ પઝેશન ના મળ્યું. તેથી આ કેસ હેઠળ ધોનીનું નામ પણ લિસ્ટમાં હોવું જોઈએ. રિપોર્ટ મુજબ આમ્રપાલીના માલિક અનિલ કે. શર્મા અને બીજા ડાયરેક્ટર આ મામલામાં આરોપી છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન