FIR Registered Against Shehla Rashid for Spreading Fake News
  • Home
  • India
  • એક્ટિવિસ્ટ શેહલા રાશિદ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવાના આરોપમાં FIR નોંધાઇ

એક્ટિવિસ્ટ શેહલા રાશિદ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવાના આરોપમાં FIR નોંધાઇ

 | 11:37 pm IST

JNUની વિદ્યાર્થીની અને એક્ટિવિસ્ટ શેહલા રશિદ વિરુદ્ધ સોમવારે દેહરાદુનનાં પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પોલીસે શેહલા રાશિદ વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાનો કેસ દાખલ કર્યો છે. જણાવી દઇએ કે શેહલા પર આરોપ છે કે તે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર દ્વારા ફેક ન્યૂઝ ફેલાવી રહી છે. શેહલાએ ટ્વીટ કરીને દેહરાદુનમાં કાશ્મીરી વિદ્યાર્થીનીઓને બંધક બનાવ્યા હોવાની કરી હતી.

શેહલા રાશિદે 16 ફેબ્રુઆરીના રોજ ઉતરાખંડ પોલીસને ટેગ કરીને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે દેહરાદુનની એક હોસ્ટેલમાં 15-20 કાશ્મીરી વિદ્યાર્થીનીઓ કલાકોથી ફસાયેલી છે. ટ્વીટ અનુસાર હોસ્ટેલને ટોળાએ ઘેરી લીધી હતી અને તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવે. તેમણે હોસ્ટેલનું નામ ડોલ્ફિનઇંસ્ટીટ્યુટ હોવાનું જણાવ્યું હતું. તેણે વધુમાં ટ્વીટમાં લખ્યું હતું કે પોલીસ ઘટના સ્થળ પર હાજર છે પરંતુ ટોળાને કાબુ કરી શકે તેમ નથી.

બીજી તરફ તેના ટ્વીટનો જવાબ આપતા ઉતરાખંડ પોલીસે લખ્યું કે આ સમાચાર ખોટા છે. પોલીસ દ્વારા આ મામલે જરૂરી તમામ પગલા લેવામાં આવ્યા છે. ઘટાના સ્થળ પર કોઇ પણ પ્રકારનું ટોળું નથી. શરૂઆતમાં એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે કેટલીક કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસે દેવરાજ નામના વ્યક્તિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસપી સિટી શ્વેતા ચોબેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે કે પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન