મુંબઇ આગ: 'લોકો મને કચડીને નીકળ્યા, બાથરૂમમાં છોકરીઓનો લાશનો ઢગલો હતો' - Sandesh
  • Home
  • India
  • મુંબઇ આગ: ‘લોકો મને કચડીને નીકળ્યા, બાથરૂમમાં છોકરીઓનો લાશનો ઢગલો હતો’

મુંબઇ આગ: ‘લોકો મને કચડીને નીકળ્યા, બાથરૂમમાં છોકરીઓનો લાશનો ઢગલો હતો’

 | 10:08 am IST

ગઇકાલે રાત્રે મુંબઇના પબમાં ભીષ આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આગ ગઇકાલે મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ લાગી, ફાયર બ્રિગેડની ડઝનબંધ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મૃતકોમાં 12 મહિલાઓ અને 3 પુરુષ હતા.

પોલીસના મતે મોજોસ લૉન્જમાં ‘ઑલ વુમન લાસ્ટ નાઇટ’ થીમ પર પાર્ટી હતી. તેના લીધે પબમાં મહિલાઓની સંખ્યા વધુ હતી. આગ લાગતા જ પબમાં ભાગદોડ મચી ગઇ હતી. આ બધાની વચ્ચે કેટલીક મહિલાઓએ બાથરૂમમાં પોતાને લૉક કરી દીધી. આગનો ધુમાડો બાથરૂમમાં ગયો અને શ્વાસ લેવાની તકલીફમાં મહિલાઓના મોત થયા. કહેવાય છે કે મોટાભાગની મહિલાઓની લાશ બાથરૂમમાંથી મળી છે.

મુંબઇ: કમલા મિલ કંપાઉન્ડમાં ભીષણ આગ, 14 જીવતા ભડથુ, 12 ઇજાગ્રસ્ત

આ ગોઝારી ઘટના દરમ્યાન પબમાં હાજર અને બચી ગયેલ સુલભા અરોરાએ કહ્યું કે આગ લાગતા જ પબમાં ભાગદોડ મચી ગઇ. લોકોએ મને ધક્કો માર્યો અને મને કચડીને બહાર નીકળી ગયા. કેટલાંક લોકોની લાશ પબના ફ્લોર પર પડી હતી. લોકો બસ બહાર નીકળવા માંગતા હતા.

હાલ આગ લાગવાના લીધે તપાસ ચાલી રહી છે. પંરતુ શરૂઆતમાં મળતી માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે. આ કેસમાં પોલીસે રેસ્ટોરાંની વિરૂદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યા (IPCની કલમ 304)ની અંતર્ગત એફઆઇઆર નોંધી છે.

આપને જણાવી દઇએ કે આ વિસ્તારમાં કેટલીય કોર્પોરેટ ઓફિસ છે, જે 24 કલાક ખુલી રહી છે. આગથી કેટલીય ન્યૂઝ ચેનલની ઑફિસ આગની ઝપટમાં આવ્યાના સમાચાર છે.