NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ગાંધીધામ: GIDCમાં આવેલા કોટનનાં ગોડાઉનમાં લાગી ભિષણ આગ

ગાંધીધામ: GIDCમાં આવેલા કોટનનાં ગોડાઉનમાં લાગી ભિષણ આગ

 | 6:48 pm IST

ગાંધીધામ ખાતે આવેલા જીઆઈડીસીનાં કોટન કંપનીનાં ગોડાઉનમાં શનિવારે ઓચિંતી આગ ફાટી નીકળી હતી. આગને જુદા-જુદા ફાયર બ્રિગેડ ધ્વારા બુઝાવી દેવામા આવી હતી પરંતુ આગને લીધે ગોડાઉનમાં લાખ રૃપિયાનું નુકશાન થયાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે.

જીઆઈડીસીમાં આવેલા મારૃતિ શો રૃમ પાછળનાં કોમલ ટ્રેડીંગ કંપનીનાં નામે કોટન વેસ્ટનું ગોડાઉન આવેલું છે. તેમાં શનિવારે આગ ભભુકી ઉઠતા આસપાસનાં લોકોમાં હોડધામ મચી ગઈ હતી. આગને કારણે કારણે લાખ્ખો રુપિયાનું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહયું છે. આગની ઘટના અંગે ખબર પડતા જ તેને બુઝાવવા માટે ગાંધીધામ નગર પાલિકા સહિત કંડલા સ્પેશ્યલ ઈકોનોમી ઝોન અને કંડલા પોર્ટના ફાયર ફાઈટર તથા ઈમરજન્સી રિસ્પોન્સ સેલને કોલ આપવામાં આવ્યો હતો.

ફાયર ફાઈટરો ધ્વારા તાબડતોડ ધસી આવીને પાણીનો મારો કરીને આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આગના આ બનાવમાં કોઈ જાનહાની તો થઈ ન હતી પરંતુ તેને કારણે અંદાજીત ૪૦થી પ૦ લાખનું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહયું છે.