NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નડિયાદમાં મસાલાની ફેક્ટરીમાં લાગી આગ, હળદર, મરચાં જેવા મસાલા બળીને ખાખ

નડિયાદમાં મસાલાની ફેક્ટરીમાં લાગી આગ, હળદર, મરચાં જેવા મસાલા બળીને ખાખ

 | 12:10 pm IST

નડિયાદની પીપલગ ચોકડી પાસે આવેલી બેસ્ટ મસાલાની ફેક્ટરીમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો છે. ફેક્ટરીના આઉટલેટમાં સોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. જેના કારણે મરચા, હળદર, ધાળા, જેવા મસાલામાં ઝડપથી આગ ફેલાઇ હતી. સુકા મસાલામાં આગ ફેલાતા તેના તીખો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી હતી અને ઉધરસ શરૂ થઇ ગઇ હતી.

nadiyad fire-1

જોકે નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો શરૂ કરાયો હતો. જેના કારણે દોઢ કલાક જેટલી મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આ આગમાં બેસ્ટ મસાલાના સંચાલકને લાખ્ખો રૂપિયાનું નુકસાન ગયું હોવાનુ અનુમાન છે. જ્યારે મહત્વની બાબત એ સામે આવી રહી છે કે આટલી મોટી મસાલાની ફેક્ટરી હોવા છતા અહી ફાયર સેફ્ટીના કોઇ જ સાધનો ન હતા.

nadiyad fire

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે આગનો બનાવ બન્યાની માહિતી મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર આવી ગયું હતું. અમે છેલ્લા એક કલાકથી અહીં પાણીનો છંટકાવ કરી રહ્યા છીએ, અને હજી પણ આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.