રાજકોટઃ પુત્રીના લગ્ન પહેલા મંડળમાં લાગી આગ, મીઠાઈ સહિતની વસ્તુઓ નાશ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ પુત્રીના લગ્ન પહેલા મંડળમાં લાગી આગ, મીઠાઈ સહિતની વસ્તુઓ નાશ

રાજકોટઃ પુત્રીના લગ્ન પહેલા મંડળમાં લાગી આગ, મીઠાઈ સહિતની વસ્તુઓ નાશ

 | 7:06 pm IST

સૌરાષ્ટ્ર પંથકના લોધીકા નજીક આવેલા નગરપીપળીયા ગામમાં પુત્રીના લગ્ન પહેલા જ લગ્નમંડપમાં આગ લાગતા લગ્નમંડપ ખાખ થઈ ગયો હતો. તેમજ મીઠાઈ સહિતની વસ્તુઓ આગની ઝપેટમાં આવતા તેનો પણ નાશ થઈ ગયો હતો.

નગરપીપળીયા ગામે રહેતા દિનેશભાઈ નાથાભાઈ રામાણીના પુત્રીના બુધવારે લગ્ન હતા. બુધવારે જાન આવી હતી. જાનનું સ્વાગત માટે તમામ પરિવારજનો ગયાં હતાં. ત્યારે લગ્નમંડપમાં રહેલા ચુલામાંથી ગેસની નળી તુટી ગઈ હતી. આ નળીમાંથી ગેસ નીકળતા થોડી વારમાં લગ્નમંડપમાં આગ લાગી હતી. લગ્નમંડપમાં ગેસના બાટલાની નળીએ લગ્ન મંડપમાં ફુદડદી ફરતા સમગ્ર મંડપમાં આદની જ્વાળા ફેલાઈ ગઈ હતી. જોત જોતમાં સમગ્ર લગ્ન મંડપમાં આગ લાગતા લગ્નમંડપ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.

તેમજ લગ્નની મીઠાઈ તેમજ અન્ય વસ્તુઓ પણ આગની લપેટમાં આવતા તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જો કે લગ્ન મંડપમાં આગ લાગી ત્યારે પરિવારજનો તથા મહેમાનો બહાર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. તેમજ આગના બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ નહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.