રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી ભયંકર આગ, ખડ વિભાગ આગની ઝપેટમાં - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી ભયંકર આગ, ખડ વિભાગ આગની ઝપેટમાં

રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં લાગી ભયંકર આગ, ખડ વિભાગ આગની ઝપેટમાં

 | 8:01 pm IST

રાજકોટમાં આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં કોઇ કારણસર અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે આખો સેડ આગની ઝપેટમાં આવી ગયો હતો. ખડ વિભાગ આખેઆખો આગમાં સપડાઇ ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આગ એટલી વિકાળ છે કે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. આગના પગલે ખડ વિભાગમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

;