દહેજની કંપનીમાં ભીષણ આગ પર મેળવાયો કાબૂ, બાજુના ગામને કરાવ્યું ખાલી - Sandesh
  • Home
  • Baroda
  • દહેજની કંપનીમાં ભીષણ આગ પર મેળવાયો કાબૂ, બાજુના ગામને કરાવ્યું ખાલી

દહેજની કંપનીમાં ભીષણ આગ પર મેળવાયો કાબૂ, બાજુના ગામને કરાવ્યું ખાલી

 | 11:20 am IST

દહેજના સ્ટર્લિન કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવ્યાં હતાં. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ કંપનીની બાજુમાં આવેલું ગામ અભેટાને સવારે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

દહેજની જી.આઈ.ડી.સીમાં આવેલ સ્ટર્લિન કંપનીમાં મોડી રાતે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં નજીક આવેલા અંકલેશ્વર,ભરૂચ અને સુરતથી 20 થી વધુ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યાં હતાં. આ કંપનીમાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે બાજુમાં આવેલ અભેટા ગામને ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રે ઓફ સાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. હાલ અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આગને કારણે ધૂમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દૂરદૂર સુધી ઉડતા દેખાતા હતાં. આ ઘટનાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. કંપનીમાં ભીષણ આગ લાગવા પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન