મુંબઇ: કમલા મિલ કંપાઉન્ડમાં ભીષણ આગ, 14 જીવતા ભડથુ, 12 ઇજાગ્રસ્ત - Sandesh
  • Home
  • India
  • મુંબઇ: કમલા મિલ કંપાઉન્ડમાં ભીષણ આગ, 14 જીવતા ભડથુ, 12 ઇજાગ્રસ્ત

મુંબઇ: કમલા મિલ કંપાઉન્ડમાં ભીષણ આગ, 14 જીવતા ભડથુ, 12 ઇજાગ્રસ્ત

 | 8:11 am IST

મુંબઇના કમલા મિલ કંપાઉન્ડ સ્થિત –અબવ રેસ્ટોરાં, લંડન ટેક્સી બાર અને મોજો પબમાં મોજો પબમાં ગુરૂવાર મોડી રાત્રે ભીષણ આગળ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા. મૃતકોમાં 12 મહિલાઓ અને 36 પુરુષ છે. ઇજાગ્રસ્તના અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરાય છે જેમાં બે ની સ્થિતિ ગંભીર છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)એ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસ એ 1-અબવ રેસ્ટોરાંની વિરૂદ્ધ આઇપીસીની કલમ 304ની અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ ખબર પડી નથી. આગ કાબૂમાં આવી ગઇ છે અને કુલિંગનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે એફઆઇઆર નોંધાયા બાદ રેસ્ટોરાંના મેનેજર અને માલિકને પોલીસ પકડી શકે છે.

મુંબઇમાં આગની ઘટના વિચલિત કરનારી છે. પીડિત પરિવારોના પ્રતિ સંવેદના વ્યકત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સારા થઇ જાય તેવી પ્રાર્થના. રાહત અને બચાવનું કામ કરનારાઓનો આભાર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આગ સૌથી પહેલાં 1-અબવા રેસ્ટોરાંમાં લાગી. તેના વાસ અનેપ્લાસ્ટિકથી બનેલા શેડ સળગી ગયા. આ આગ ફરીથી બીજી બિલ્ડિંગમાં હાજર બે બારો-મોજો અને લંડન ટેક્સીમાં ફેલાઇ. રેસ્ટોરામાં હાજર લોકો વોશરૂમમાં છુપાઇને પોતાને બચાવાની કોશિષ કરવા લાગ્યા અને તેમાં ફસાઇ ગયા. તેમને જવાનો રસ્તો મળ્યો નહીં. મોટાભાગના લોકો વોશરૂમ એરિયામાં મરી ગયા છે. જે લોકો ઉપરના માળામાં ફસાયા હતા તેમને કોઇપણ રીતે બીજી બિલ્ડિંગમાં જવામાં સફળ રહ્યાં જ્યાંથી તેમને ફાયર બ્રિગેડે સ્પેશયલ લેડરના સહારે બચાવ્યા.

પોલીસ અધિકારીએ કહ્યું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે જે ટેરેસ પર આવેલ રેસ્ટોરાંમાં એક પાર્ટીમાં સામેલ થવા આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની 8 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. KEM હોસ્પિટલના ડીન એ કહ્યું કે ઘાયલ અવસ્થામાં 21 લોકોને અહીં લવાયા હતા. બીજીબાજુ બ્રીચ કેન્ડી હોસ્પિટલે 10થી 15 ઘાયલોને લાવવાની પુષ્ટિ કરી છે. એક અધિકારીએ કહ્યું કે કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જ્યારે કેટલાંક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

બીએમસીના કમિશ્નર અજય મહેતા અને મનપાના એડિશનલ કમિશ્નર આઇ.પી.કુંદન એ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી. બીજીબાજુ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ચીફ કે.વી.હિવરાલે કહ્યું કે લંડન ટેક્સી બાર અકસ્માતની તપાસ કરાશે.

બીએસમીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટે કહ્યું કે સ્થળ પર ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ, 3 જેટી, અને પાંચ ટેન્કર તરત મોકલવામાં આવ્યા. ફાયર બ્રિગેડના કર્મચારી આસપાસ આસપાસ આવેલ ઓફિસ બિલ્ડિંગને પણ બચાવામાં લાગી ગયા. આગ લાગતા જ કર્મચારી બહારની તરફ ભાગ્યા તેઓ એટલે આઘાતમાં હતા કે ઘટના અંગે કંઇ કહી જ શકાય નહોતા. ફાયરબ્રિગેડને રાત્રે 12:30 વાગ્યે આગ લાગ્યાની માહિતી મળી. આગ ખૂબ જ ભીષણ હતી કે ઉપરના માળ સુધી પહોંચવા માટે ફાયરબ્રિગેડને સ્પેશ્યલ સીડીઓનો ઉપયોગ કરવો પડ્યો.

તાજેતરમાં જ ટેરેસ બાર ‘લંડન ટેક્સી’ મુંબઇના યંગર્સ્ટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બીજા માળની ખુલી છતને થોડાંક દિવસો પહેલાં જ ઢાંકવામાં આવી હતી. બાંધકામ કર્યા બાદ નકામા લાકડા પણ ઘણા બધા પડ્યા હતા, આથી શકય છે કે આગળ એટલે લાગી હોય. શુક્રવાર અને શનિવારની રાત્રે આ પબમાં પ્રવેશવા માટે લાંબી લાઇન લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન