Fire breaks out in Raghuveer Market in Surat, 40 fire tenders at spot
  • Home
  • Gujarat
  • સુરતના કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર

સુરતના કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર

 | 7:54 am IST

સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવતા દોડધામ મચી ગઇ છે. રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ એટલી વિકરાળ છે કે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.  હાલ જાનહાનિના કોઇ સમાચાર નથી. આ માર્કેટમાં જ 15 દિવસ પહેલાં પણ આગ લાગ્યાની ઘટના બની હતી.

40થી વઘુ ફાયર ફાઈટરનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

મળતા અહેવાલ અનુસાર વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે 40થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી. આ કોમ્પલેક્ષના ત્રીજા અને ચોથા માળે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. આ માર્કેટમાં કાપડનો જથ્થો હોવાથી મોટી નુકસાન થઇ શકે છે. કહેવાય છે કે આ કોમ્પેલ્કમસાં 10મા માળે આગથી મોટી નુકસાની થઇ છે. માર્કેટમાં આવેલી મોટા ભાગની દુકાનો આગમાં પ્રસરી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પહેલાં પણ આ કોમ્પલેક્સમાં આગ લાગી હતી. રઘુવીર સિલિયમ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. આપને જણાવી દઇએ કે દિલ્હીમાં પણ આગની કેટલીય ઘટનાઓમાં જાનામાલને મોટી નુકસાની થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન