Fire Broke Out In Delhi Paper Card Factory, Watch The Video
  • Home
  • Featured
  • દિલ્હીની પેપર કાર્ડ ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, આગનાં ગોટા જોઇને રહી જશો દંગ

દિલ્હીની પેપર કાર્ડ ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, આગનાં ગોટા જોઇને રહી જશો દંગ

 | 12:50 pm IST

દિલ્હીમાં એકવાર ફરી આગની ઘટના સામે આવી છે. ગુરૂવારે દિલ્હીનાં નારાયણા ઔદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફેક્ટરીમાં ગિફ્ટ આઇટમ બને છે. આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ ઘટનામાં સુરતની એક મહિલાનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારનાં રોજ કરોલબાગની એક હોટલમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. દિલ્હી પોલીસે હોટલ અર્પિત પેલેસનાં જનરલ મેનેજર રાજેન્દ્ર અને મેનેજર વિકાસની ગેરઇરાદાપૂર્વક હત્યાનાં આરોપમાં ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે ઘટના બાજ હોટલનાં માલિક શરદેંદૂ ગોયલ ફરાર છે. આ કેસને ક્રાઇમ બ્રાંચમાં ટ્રાંસફર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન