Fire Broke out in Flare Pen's Company
  • Home
  • Featured
  • દમણ: પેનની ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, 8 કલાકની મહેનત બાદ આગ પર મેળવાયો કાબૂ

દમણ: પેનની ફેક્ટરીમાં લાગી ભયંકર આગ, 8 કલાકની મહેનત બાદ આગ પર મેળવાયો કાબૂ

 | 8:53 am IST

ફ્લેર પેન નામની પેન બનાવતી કંપનીમાં લાગી આગ

દમણનાં સોમનાથ સ્થિત આવેલી ફ્લેર પેન નામની પેન બનાવતી કંપનીમાં આગની ઘટના બની હતી. 12 જેટલા ફાયરોએ આગને 8 કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. દમણનાં સોમનાથ ખાતે આવેલી પેન બનાવતી ફ્લેર પેન નામની કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગયી હતી. પેન બનાવતી કંપનીમાં કેમિકલ હોવાથી આગે જોત જોતામાં જોર પકડ્યું હતું. ઘટનાની જાણ દમણ અને વાપીનાં ફાયરને થતા શરૂઆતમાં 4 જેટલા ફાયરોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

9 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

આગ કંપનીનાં ત્રીજા માળે લાગી હતી જેને કાબુમાં લેવાનાં પ્રયાસો નિષ્ફળ જતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે વલસાડ જિલ્લામાં સરીગામ, ઉમરગામ, વાપી જીઆઈડીસી, વલસાડ અને પારડીની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર આવી પોહચી હતી. આગ વધુ પ્રસરતા કંપનીનાં ફરતેથી પાણીનો મારો કરતા મહામુસીબતે આગને 8થી 9 કલાકની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી.

ઘટનામાં કોઈ જ જાનહાનિ નહીં

આ ઘટનામાં ત્યાર સુધી કોઈ જાનહાનિ થવા પામી ના હતી અને આગ લાગવાનું કારણ પણ હજી બહાર આવ્યું નહોતુ. ઘટના બનતા જ આજુબાજુની કંપનીનાં વર્કરો પોતાની કંપની છોડી બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ દમણ પોલીસને કરતા એ પણ ઘટના સ્થળે આવી પોહચી હતી.

રાજકોટનાં પ્લાસ્ટિકનાં કારખાનામાં પણ લાગી આગ

તો બીજી તરફ રાજકોટનાં શાપર-વેરાવળમાં પણ ભીષણ આગ લાગી હતી. અહીં આવેલા એક પ્લાસ્ટિકનાં કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પ્લાસ્ટિકની કંપનીમાં 1 હજારથી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગને કાબુમાં લેવા માટે રાજકોટ અને ગોંડલનાં ફાયર ફાયટર ઘટનાસ્થળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન