બોટાદમાં ફાયર વિભાગની બેદરકારી, જુઓ video - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બોટાદમાં ફાયર વિભાગની બેદરકારી, જુઓ video

બોટાદમાં ફાયર વિભાગની બેદરકારી, જુઓ video

 | 4:42 pm IST

ગુજરાતમાં ફાયર વિભાગની સ્થિતિ સતત ગબળતી જાય છે તેવું પ્રતિત થાય છે. તાજેતરમાં જ ફાયરની ગાડીને ધક્કા મારતો વીડિયો વાઇરલ થયો હતો. જ્યારે આજે બોટાદમાં ફાયર વિભાગની બેદરકારી ફરી સામે આવી છે. નગર પાલિકાના કોંગ્રેસ સભ્યની કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. જોકે સમય સુચકતાથી તેઓ કારની બહાર આવી ગયા હતા અને ફાયરને જાણ કરી હતી.

બોટાદ પોસ્ટ ઓફિસ પાસે નગર પાલિકાના કોંગ્રેસ સભ્યની કારમાં અચાનક આગ લાગી હતી. ફાયરને જાણ કરતા ફાયરની ટીમ સાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. પણ ફાયરની ગાડીમાંથી આગ ઓલવવા જતા પાણી નીકળ્યું ન હતુ અને આખી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જેથી આસપાસના લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. લોકોમાં ચર્ચા છે કે શું કોઇ મોટી હોનારત થાય તો આજ રીતે આગ ઓલવાશે.