Fire In Jetpur Because of Crackers
  • Home
  • Featured
  • જેતપુર કોટનનાં કારખાનામાં લાગી ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાક

જેતપુર કોટનનાં કારખાનામાં લાગી ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાક

 | 9:54 am IST

જેતપુરમાં કોટન ફાઈબર બનાવનાં કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ જેતપુર ધારેશ્વર ITIની પાછળ આવેલ ૐ કોટન ફાયબર બનાવવાનાં કારખાનામાં લાગી હતી. મોડી રાત્રે અચાનક આગ લાગવાની માહિતીએ જેતપુર ફાયર ફાયટરને દોડાવ્યા હતા અને જેતપુરનાં 3 જેટલા ફાયર ફાયટર ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી.

એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ આગમાં તૈયાર કોટન ફાયબરનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો, જેમાં કારખાનાનાં કમ્પાઉન્ડમાં અને ગોડાઉન રૂમમાં પડેલો કોટન ફાયબર રૂનો મોટો જથ્થો બળીને નાશ પામ્યો હતો. નુકસાનીનો ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી, પરંતુ બળી ગયેલ માલને જોતા આ આંકડો લાખોમાં હોય તેમ લાગે છે.

આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી નથી શકાયું. બહાર મેદાનમાં પડેલા તૈયાર રૂમાંથી શરૂ થયેલી આગ દિવાળીનાં ફટાકડાથી થઈ હોવાનું અનુમાન છે. આ આગથી કોઈ જાનહાનિ થઇ નથી જે નોંધનીય બાબત છે.