fire in Mumbai's Kanjurmarg, 20 fire tenders present at the spot
  • Home
  • India
  • મુંબઈના કાંજુરમાર્ગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળે

મુંબઈના કાંજુરમાર્ગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળે

 | 11:15 pm IST
  • Share

  • આ આગ ક્યાં કારણે લાગી તે હજી સ્પષ્ટ થયું નથી
  • આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી

મુંબઈના કાંજુરમાર્ગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ હેવી ઈન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં લાગી છે. ઈલેક્ટ્રોનિક સામાનના સર્વિસ સેન્ટરમાં લાગેલી આ આગની જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ આગ સેમસંગ કંપનીના વોશિંગ મશીનના સર્વિસ સેન્ટરમાં લાગી છે.

આગની જાણ થતાં જ ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગ પર કાબૂ મેળવવા માટે 20 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. કાંજુરમાર્ગ પાસે એક ઝૂંપડપટ્ટી પણ છે. સાવચેતીના ભાગરૂપે ઝૂંપડપટ્ટીમાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ફાયર ફાયટરો આગને વહેલી તકે કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. કારણ કે જો આગને ઝડપથી કાબૂમાં લેવામાં નહીં આવે તો તે નજીકના વિસ્તારમાં ફેલાઈ જવાનો ભય છે.

આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી

અહીં મોટી કંપનીઓનું સર્વિસ સ્ટેશન છે. અહીં ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સર્વિસિંગ કરવામાં આવે છે. સેમસંગ કંપનીના વોશિંગ મશીનના સર્વિસ સેન્ટરમાં આગ લાગી છે. આગ શા માટે લાગી અને આગ લાગ્યા બાદ કેવી રીતે આટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે અંગે હાલ માહિતી મળી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો