દિલ ધડકાવી દેતી ઘટના : પ્રાંસલાની શિબિરમાં ભીષણ આગ, 3 વિદ્યાર્થીની જીવતી ભૂંજાઈ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દિલ ધડકાવી દેતી ઘટના : પ્રાંસલાની શિબિરમાં ભીષણ આગ, 3 વિદ્યાર્થીની જીવતી ભૂંજાઈ

દિલ ધડકાવી દેતી ઘટના : પ્રાંસલાની શિબિરમાં ભીષણ આગ, 3 વિદ્યાર્થીની જીવતી ભૂંજાઈ

 | 8:33 am IST

રાજકોટના ઉપલેટા નજીક પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ટેન્ટમાં આગ ભભૂકી ઉઠતા ત્રણ વિદ્યાર્થીની જીવતી ગઈ છે. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા.

13મીએ શનિવારે શિબિરની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે તેની આગલી રાત્રે જ વિદ્યાર્થીઓ જ્યાં સૂતા હતા, તે ટેન્ટમાં રાત્રે પોણાબાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગવાનું તારણ કાઢવામાં આવ્યું છે. દેશના ટોચના મહાનુભાવો જ્યાં આવે છે, ત્યાં આવી દુર્ધટના બનતા આયોજક સ્વામી ધર્મઅંબુજી પર આભ તૂટી પડ્યું છે. આગમાં અનેક દાઝ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 500થી વધુ લોકોને બચાવવાની કામગારી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી.

વિદ્યાર્થીનીઓ જ્યાં સૂતી હતી ત્યાં આગ લાગી
આ ઘટનાને પગલે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પ્રાંસલા પહોંચી ગયા હતા. 6 ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. મૃતકમાં ત્રણે યુવતીનો સમાવેશ થાય છે. જોકે, આ આંકડો વધી શકે તેવી શક્યતા છે. મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી.

ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી પણ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા તેમજ આગના કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઇજા થઇ હતી તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રાંસલામાં વર્ષોથી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન થાય છે. આ વખતે 10 હજારથી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો અને દિવસ દરમિયાનની અલગ-અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોટાભાગના શિબિરાર્થીઓ ભોજન કર્યા બાદ આરામ કરી રહ્યા હતા. ત્યારે કિશોરીઓ જે વિભાગમાં ટેન્ટમાં સુતી હતી ત્યાં આગ લાગી હતી.