fire station at Naroda GIDC has been ready for the last 6 months
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • નરોડા GIDCમાં ફાયર સ્ટેશન 6માસથી તૈયાર, ઉદ્ઘાટન ટલ્લે ચડયું

નરોડા GIDCમાં ફાયર સ્ટેશન 6માસથી તૈયાર, ઉદ્ઘાટન ટલ્લે ચડયું

 | 8:58 am IST
  • Share

  • કેમિકલ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગ હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં

  • GIDCના 1200 ઉદ્યોગોના 50 હજાર કામદારો ફાયર સ્ટેશનની રાહમાં

  • નરોડા GIDC ખાતે છેલ્લા 6મહિનાથી ફાયર સ્ટેશન તૈયાર થઇ ગયું છતાં નેતાની રાહમાં તેનું ઉદ્ઘાટન ટલ્લે ચડયું

નરોડા માં 200 જેટલી ડેઝીગ્નેટેડ ઇન્ડસ્ટ્રીઝ સહિત ટેક્ષટાઇલ, ફાર્મા વગેરે મળીને અંદાજે 1200 જેટલા ઉદ્યોગો આવેલા છે. કેમિકલ અને ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝના લીધે ત્યાં આગ લાગવાની શક્યતાઓ વધારે હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી  એસોસિએશન દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવાની માગ કરાતી હતી. ત્યારે આખરે રૂ. 12.5 કરોડાના ખર્ચે ફાયર સ્ટેશન બન્યું તો ખરું પણ કોઇ નેતા તેને ખુલ્લુ મુકવા આવે અને તેની માટે લાલજાજામ બિછાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન રાહ જોઇ રહ્યું છે.

જીઆઈડીસીએ પ્રયત્ન કરી ફાયર સ્ટેશન માટે જમીન અપાવી હતી ત્યારે દસ વર્ષે આ ફાયર સ્ટેશન બની શક્યું છે. આ સ્થિતિમાં જીઆઇડીસીમાં કોઇ મોટી હોનારત થાય તે પહેલા 50 હજાર કામદારોના હિતમાં તાકિદે આ ફાયર સ્ટેશન શરૂ થાયે તેવી માગ ઉઠવા પામી છે. આ અંગે નરોડા   એસોસિએશનના પ્રેસિડેન્ટ ભરત પટેલ અને સેક્રેટરી અજય પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં આગ લાગે તો ચાંદખેડા કે નરોડાથી ફાયર સ્ટેશનથી ગાડી આવતા ઓછામાં ઓછો અડધાથી પોણો કલાકનો સમય લાગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો