આગ તો તુમને લગા હી દી હૈ! - Sandesh

આગ તો તુમને લગા હી દી હૈ!

 | 12:49 am IST

અક્ષયકુમારની આશા કેટલી ફળે છે એ તો આજે તમે બધા બતાવી દેવાના છો. અક્ષયકુમારે જે વિષય પસદ કર્યો છે એ અને ફિલ્મનો જે ટોન સેટ કર્યો છે એ બધાને ખુબ ગમી રહ્યો છે. એક સામાન્ય અદનો માણસ ખંતથી કામ કરતો રહે તો નસીબ એને સાથ આપવા કોઈ દેવદૂતને મોકલી જ આપે છે. અને સુપરમેન ફક્ત ખડતલ અને બહાદુર હોય એને જ નહીં, દેશનું અને બહેન-દીકરીઓનું ગૌરવ જાળવવા સંઘર્ષ કરે તેને કહેવો જોઈએ એવો સંદેશો તેણે ટ્રેલરમાં પણ દર્શાવ્યો છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પેડમેન અરૂણાચલમ મુરુગનન્થમની પત્નીની ભુમિકામાં છે. જે પોતે પણ સેનિટરી પેડ વાપરવાની ના પડી દે છે. સોનમ કપૂર એક એવી સમાજસેવિકા છે જે મહિલા હોવાના નાતે મહિલાઓને વધારે સારી રીતે પ્રેરી શકે છે. અને તે પેડમેનને સફળતાના રસ્તે દોડતો કરી દે છે. ફિલ્મમાં એનું પાત્ર અરૂણાચલમ પર આધારિત છે, પરંતુ પેડમેનમાં એનું નામ લક્ષ્મીકાન્ત ચૌહાણ છે.

આ ફિલ્મ ટ્વિન્કલ ખન્નાની નિર્માત્રિ નરીકેની પ્રથમ ફિલ્મ છે. આમાં અમિતાભ બચ્ચન મહેમાન ભુમિકામાં છે. અક્ષયકુમાર અને અમિતાભ ૧૨ વર્ષ પછી એકસાથે કામ કરી રહ્યા છે. આર. બાલ્કી પણ અક્ષયકુમારને પહેલી જ વખત દિગ્દર્શન કરી રહ્યા છે.

ફિલ્મના પ્રમોશન માટે ઠેર ઠેર કાર્યક્રમોમાં હાજરી આપી રહેલી ફિલ્મ નિર્માત્રિ ટ્વિન્કલ ખન્નાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, ‘મુઝે આર. બાલ્કીજીને કન્વિન્સ કિયા કિ અક્ષયકુમાર યહ રોલ કર સકતે હૈં. વહ ઝરૂર કર લેંગે.’

તરત જ પત્રકારોએ પૂછયું, ‘તો ફિર મેડમ ઈસ રોલ કે લિયે આપ કી પહલી પસંદ કિસ કલાકાર કી થી?’

ટ્વિન્કલ એના રમુજી સ્વભાવ મુજબ હસી પડી અને કહે, ‘યહ પૂછકર આપ મેરી શાદીશુદા ઝિન્દગી મેં આગ લગાના ચાહતે હો?’

તરત અક્ષયકુમારે મમરો મૂક્યો, ‘આગ તો તુમને હી લગા દી હૈ, યહ કહકર કી આર. બાલ્કીજીને કન્વિન્સ કિયા કિ મૈં યહ રોલ કર લૂંગા. ઈસ કા મતલબ હી યે હૈ કિ તુમ કન્વિન્સ નહીં થીં!’

અક્ષયકુમાર દરેક વાતને હળવાશથી લેવામાં માસ્ટર થઈ ગયો છે. એને જે કડવા અનુભવો થયા છે એમાંથી એને સમજાઈ ગયું છે કે અહીં કશું બહુ ગંભીરતાથી ન લેવાય.

જોકે આર. બાલ્કિ અને ટ્વિન્કલે આખી વાત રજુ કરતાં કહ્યું કે ફિલ્મની વાર્તા એટલી ગંભીર હતી કે લોકપ્રિય સ્ટાર વગર લોકો એને જોવા ભાગ્યે જ આવે. હવે આજના સમયમાં એવા કયા કયા સ્ટાર છે જેને સ્ત્રીઓ પણ પસંદ કરે છે અને પુરૂષો પણ પોતાનો આદર્શ માને છે?

વળી ફિલ્મમાં પેડમેન લક્ષ્મીકાન્ત ચૌહાણ પોતે પોતાના બનાવેલા પેડ પહેરીને તપાસી લે છે કે એ અગવડદાયક તો નથી, બહારના વસ્ત્રોમાંથી ઉપસી આવીને દેખાતા તો નથી. આવા બધા દ્રશ્યોમાં અક્ષયકુમારને લોકો પસંદ કરે છે એ તો ટોઈલેટ એક પ્રેમકથામાં સાબિત થઈ ગયું છે.

‘ટ્વિન્કલજી કો ડર ઈસ બાત કા થા કિ અક્ષયજી કો સભી હિ-મમેન કે રૂપ મેં દેખતે હૈં, ઉન્હેં સીધેસીદે દેહાતી કે રોલ મેં લોગ પસંદ કરેંગે. અક્ષયજી પર્દે પર સીધેસાદે આમ આદમી દિખ પાયેંગે?’ આર. બાલ્કી કહે છે.

કરિયરની શરૂઆતના કડવા અનુભવો

જો જીતા વોહી સિકન્દર ફિલ્મ માટે દીપક તિજોરીવાળી ભુમિકા કરવા અક્ષયકુમારે ઓડિશન આપ્યું હતું. ફિલ્મસર્જકોને લાગ્યું કે તેને અભિનય નથી આવડતો એટલે એ ભુમિકા ન મળી.

૧૯૮૭માં અક્ષયકુમારે મહેશ ભટ્ટની ફિલ્મ આજ સાઈન કરી હતી અને શુટીંગ પણ કર્યું હતું. ફાઈનલ ફિલ્મમાં એની ભુમિકા માત્ર સાત સેકન્ડની જ રાખવામાં આવી હતી.

આ જ ફિલ્મ માટે અક્ષયકુમારે કુમાર ગૌરવના નામથી પ્રેરણા લઈને પોતાનું સ્ક્રીન નામ અક્ષય કુમાર રાખ્યું. તેનું સાચું નામ રાજીવ ભાટિયા છે.

૧૯૮૧માં અક્ષયકુમારે રાજીવ ભાટિયા તરીકે હરજાઈ નામની ફિલ્માં એકસ્ટ્રા એટલે કે ભીડમાં ઊભા રહેનાર અજાણ્યા માણસની ભુમિકા કરી હતી. ફિલ્મમાં એ હીરો રણધીર કપુરના લગ્ન વખતે તેની ઉપર ફૂલ ફેંકતો દેખાય છે.

અક્ષયકુમારને ફિલ્મ ફૂલ ઓર કાંટેના હીરોની ભુમિકા મળી હતી. એના સંગીતકારો નદીમ-શ્રવણ સાથે મ્યુઝિક સેશન્સમાં પણ તે બેઠો હતો. ફિલ્મનું શુટીંગ શરૂ થવાનું હતું એન આગલા દિવસે તેને જાણ કરવામાં આવી કે ફિલ્મમાં હવે હીરોની ભુમિકા અજય દેવગણ કરી રહ્યો છે.