અમેરિકામાં  ટેકસાસના ચર્ચમાં ગોળીબાર, 26ના મોત - Sandesh
  • Home
  • Main News
  • અમેરિકામાં  ટેકસાસના ચર્ચમાં ગોળીબાર, 26ના મોત

અમેરિકામાં  ટેકસાસના ચર્ચમાં ગોળીબાર, 26ના મોત

 | 8:28 am IST

અમેરિકાના ટેકસાસના બાપટિસ્ટ ચર્ચામાં એક વ્યક્તિએ અંધાધૂધ ગોળીબાર કરતાં 26ના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ટેકસાસના ગવર્નર ગ્રેગ એબોટે મોડી રાતે જણાવ્યું છે કે અમને ખબર નથી કે મૃતાંક વધશે કે નહીં પરંતુ તે ખુબ જ વધારે છે તેની અમને ખબર છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેઓ જાપાનથી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમે પીડિત પરિવારો માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

અમેરિકના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ ટ્વિટ કરતાં લખ્યું હતું કે અમે સદરલેન્ડ સ્પ્રિંગ્સ ચર્ચમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાના મૃતકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. હુમલામાં ઈજા પામેલા લોકો વહેલા સાજા થઈ જાય તે માટે મનોકામના વ્યક્ત કરીએ છીએ.

ચર્ચની ચારે તરફે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને ગોઠવી દેવાયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા લાઈફ સપોર્ટ હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગ્રામીણ ટેકસાસમાં હુમલાખોરે ચર્ચમાં ઘૂસી જઈ બેફામ ગોળીબારનો આરંભ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરને ઠાર માર્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ બપોરે બંદૂકધારી ચર્ચમાં ઘૂસી ગયો હતો અને આડેધડ ગોળીબારનો આરંભ કર્યો છે. ઈજાગ્રસ્તોમાં બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને ટેકસાસ યુનિવર્સિટીના પોલીસ વિભાગમાં ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પોલીસ અધિકારી મૃત્યુ પામ્યા હતાં.