રૂ. 500-1000ની નોટોની આજે પ્રથમ `પુણ્યતિથિ', સરકારનો કાળા નાણાં વિરોધી અને વિપક્ષનો કાળો દિવસ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રૂ. 500-1000ની નોટોની આજે પ્રથમ `પુણ્યતિથિ’, સરકારનો કાળા નાણાં વિરોધી અને વિપક્ષનો કાળો દિવસ

રૂ. 500-1000ની નોટોની આજે પ્રથમ `પુણ્યતિથિ’, સરકારનો કાળા નાણાં વિરોધી અને વિપક્ષનો કાળો દિવસ

 | 8:17 am IST

એક વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે રૂ. 500 અને રૂ. 1000ની નોટો  ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. રાતના 12 ટકારો આ નોટો રદ થઈ જતાં સમગ્ર દેશમાં અફડાતફડી મચી ગઈ હતી અને લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જોકે ત્યારપછી ક્રમશ સ્થિતિ થાળે પડી ગઈ છે.

આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયો છે, ત્યારે કેન્દ્ર સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે મનાવે છે. જ્યારે વિપક્ષોએ આ અવસરે કાળો દિવસ મનાવવાની ઘોષણા કરી છે. અગાઉ વહેતા થયેલા અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આજના દિવસથી નોટબંધી-2નો આરંભ કરે તેમ મનાય છે.

નોટબંધી-2ના ભાગરૂપે કેન્દ્ર સરકાર હવે બેનામી સંપત્તિનો વારો કાઢે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેનામી સંપત્તિમાં માલિકીના નક્કર પુરાવા રજૂ કરવાના રહેશે. જો માલિકી પુરવાર કરતાં સજ્જડ પુરાવા નહીં કરાય તો આવી બેનામી સંપત્તિ સરકાર ટાંચમાં લેશે અને તેને ગરીબી નાબુદી યોજનામાં સામેલ કરી દેવાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારે આવક વેરા માટે પણ કાળા નાણાંની જાહેરાત માટે ખાસ માફી યોજના અમલમાં મૂકી હતી અને તેને પણ વડાપ્રધાન ગરીબી નાબુદી યોજના સાથે સાંકળી લેવામાં આવી હતી.