First Chandra Grahan of 2019, Donate These Things
  • Home
  • Astrology
  • વર્ષો બાદ ચંદ્રગ્રહણ પર મહાસંયોગ, કરશો આવું તો થઈ જશો માલામાલ

વર્ષો બાદ ચંદ્રગ્રહણ પર મહાસંયોગ, કરશો આવું તો થઈ જશો માલામાલ

 | 3:58 pm IST

આવનારી 21મી જાન્યુઆરી 2019 સોમવારના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જ્યોતિષોના અનુસાર વર્ષના પહેલા ચંદ્રગ્રહણના દિવસે કેટલાક વર્ષો બાદ એક મોટો મહાસંયોગ જોવા મળશે. જોકે આ દિવસે કેટલાક એવા ઉપાય કરશો તો તમારી દરેક મનોકામનાઓ પર્ણ થઈ શકે છે.

એવી માન્યતા છે કે ગ્રહણકાળ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવી, તેમને સ્પર્શ કરવી, ભોજન કરવું અને ઊંઘવું ઇત્યાદિ કામ અયોગ્ય માનવામાં આવે છે. તો આવો જાણીએ ચંદ્રગ્રહણના દિવસે એવું શું કરવું જેનાથી તમને ધનની પ્રાપ્તી થાય અને એવું શું ન કરવું જેનાથી તમારા જીવન પર અશુભ અસર પડે.

ગ્રહણકાળમાં આ જરૂર કરો:

  • આ વર્ષે ચંદ્રગ્રહણના દિવસે વિશેષ મહાસંયોગ બનવાના કારણે મીઠી વસ્તુઓનું દાન કરવાથી ધનની પ્રાપ્ત થઈ શકે છે.
  • ચંદ્રગ્રહણના દિવસે કોઈ પવિત્ર તીર્થ નદીમાં સ્નાન કરી તલથી બનેલી મીઠાઈનું દાન ગરીબોને કરવું. જેનાથી ધન-મૂડીની સમસ્યા દૂર થઈ શકે છે.
  • તે સિવાય ચંદ્રગ્રહણના દિવસે શિવશંકરના કોઇપણ મંદિરમાં જઈને ગાયના ધીનું દાન કરવું.
  • ગ્રહણના સમયે પોતાના ઇષ્ટ દેવના મંત્રનો માનસિક જાપ કરવો, જેનાથી પુણ્યફળની પ્રાપ્ત થઈ શકે છે.
  • ચંદ્રગ્રહણના દિવસે ગાયોને ઘાસ, પક્ષીઓને અન્ન, જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કરવું જોઈએ. આવું કરવાથી પુણ્યની પ્રાપ્ત થાય છે.

ગ્રહણકાળમાં શું ના કરવું જોઈએ:

  • શાસ્ત્રો મુજબ ચંદ્રગ્રહણના સમયે ભોજન કરનાર વ્યક્તિ જેટલા અન્નના દાણા ખાય છે એટલા વર્ષ નરકમાં વાસ કરે છે.
  • ચંદ્રગ્રહણના દિવસે 9 કલાક પહેલા ખાવાનું ખાવું ન જોઈએ. પરંતુ વૃદ્ધ, બાળક અને બીમાર વ્યક્તિ સાઢા ચાર કલાક પહેલા કઈપણ ખાઈ-પી શકે છે.
  • ગ્રહણકાળમાં સ્પર્શ કરેલ વસ્ત્રો પણ શુદ્ધિકરણ બાદ જ પહેરવા જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા બાદ કપડા સહિત સ્નાન કરવું જોઈએ.
  • ઉપરાંત ગ્રહણના દિવસે જમીનમાં ખોદકામ, ઝાડ, પાદડા, લાકડી અને ફૂલોને તોડવા અયોગ્ય ગણવામાં આવે છે. તેમજ વાળ અને કપડા ધોવા ન જોઈએ.
  • ગ્રહણના દિવસે તાળુ ખોલવું, સુવું , ખાવું સહિતના કામ અયોગ્ય માનવામાં આવે છે. ગ્રહણના સમયે કોઇ પણ શુભ અથવા નવા કામ શરૂ ન કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.