પહેલા કમ્પ્યૂટરના ભાગો હાથથી બનાવેલા હતા - Sandesh
  • Home
  • Kids Corner
  • પહેલા કમ્પ્યૂટરના ભાગો હાથથી બનાવેલા હતા

પહેલા કમ્પ્યૂટરના ભાગો હાથથી બનાવેલા હતા

 | 12:08 am IST

આશરે ૨૦૦૦ વર્ષ પહેલાં એબેકસરૂપે કમ્પ્યુટર એટલે કે ગણયંત્રનો ઉપયોગ બેબીલોનીયા( મેસોપોટેમીયા)માં શરૂ થયો હતો. એક લાકડાના રેક પર બે માળાવાળા વાયર ધરાવતી લાકડીઓ જેવું કમ્પ્યૂટર હતું. પ્રથમ ડિજિટલ કમ્પ્યૂટર બનાવવાનું શ્રેય બ્લેઈઝ પાસ્કલને આપવામાં આવે છે. તેણે ૧૬૪૨માં પહેલું ડિજિટલ કમ્પ્યૂટર બનાવ્યું હતું. તેણે તેમાં આંકડા નાખ્યા તેમજ પિતાની મદદ લઇને તેમાં આલ્ફાબેટ પણ નાખ્યા. શરૂઆતમાં કમ્પ્યૂટરનો ઉપયોગ ગણતરી માટે જ કરવામાં આવતો હતો. તેના કેલ્ક્યુલેટરનો મૂળ સિદ્ધાત આજે પણ પાણીના મીટરમાં ઉપયોગ થાય છે. બ્લેઈઝ પાસ્કલને કમ્પ્યૂટરનો જનક કહેવામાં આવે છે. કમ્પ્યૂટરના બધા ભાગો હાથની બનાવટના હતા. પ્રથમ આધુનિક એનલોગ કમ્પ્યૂટર ઘટનાની આગાહી કરનાર મશીન હતું. વિલિયમ થોમ્સને તેમાં ફેરફાર કરીને યાંત્રિક સુવિધાવાળુ કમ્પ્યૂટર બનાવ્યું હતું. આથી કહી શકાય કે ૧૮૭૨માં વિલિયમ થોમ્સને યાંત્રિક કમ્પ્યૂટરની શોધ કરી હતી.