Remedies to get Grace of Goddess Lakshmi first day of Navratri
  • Home
  • Astrology
  • નવરાત્રિના પહેલા દિવસે ઘરે લાવો આ વસ્તુ, લક્ષ્મીનો થશે વરસાદ

નવરાત્રિના પહેલા દિવસે ઘરે લાવો આ વસ્તુ, લક્ષ્મીનો થશે વરસાદ

 | 4:46 pm IST

આપણે ત્યાં શાસ્ત્રોમાં પુરાણોમાં એવા એવા ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેનાથી તમે ગમે તેવી આર્થિક તંગી કે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો. તંત્ર શાસ્ત્ર ભારતની પૌરાણિક વિદ્યાઓમાંથી એક છે. આ શાસ્ત્ર સનાતન ધર્મનું અભિન્ન અંગ છે. માનવામાં આવે છે કે તંત્ર ગ્રંથનો આર્વિભાવ ભગવાન શિવના મુખારવિંદથી થયો છે.

આ શક્તિનો પ્રયોગ ખોટી રીતે થવાના કારણે તેના માટે થોડી ગેરમાન્યતાઓ પણ લોકોના મનમાં ઘર કરી ગઈ છે. જો કે આ શક્તિ પાવન અને પ્રાધિકૃત છે. 29 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે જો તંત્રની વસ્તુઓમાંથી કોઈપણ એક વસ્તુ ઘરે લાવવામાં આવે તો તે શુભ ફળ આપનારી સાબિત થઈ શકે છે.

1. કેળાનો એવો છોડ ઘરે લાવવો જેમાં ફળ ન આવતાં હોય. રોજ આ છોડમાં પાણી અર્પણ કરવું અને ગુરુવારે કાચું દૂધ ચડાવવું.
2. શંખપુષ્પીના મૂળનો ટુકડો લાવી ચાંદીની ડબ્બીમાં રાખી અને શુભ ચોઘડિયામાં તેને તિજોરીમાં મુકી દેવુ. ધનની ખામી ક્યારેય નહીં સર્જાય.
3. વડના પાન ઘરે લાવી તેને શુદ્ધ જળથી સાફ કરી અને મંદિરમાં બેસી અને તેના પર સાથિયો બનાવી તિજોરી અથવા કોઈપણ પવિત્ર સ્થાન પર રાખો.
4. બહેડાના ઝાડનું મૂળ અને તેનું એક પાંદડુ શુભ ચોઘડિયામાં ઘરે લાવી અને જ્યાં પૈસા રાખતાં હોય તે સ્થાન પર રાખી દેવા.
5. ધતુરાના મૂળનો એક ટુકડો લાવી અને તેને મંદિરમાં સ્થાપિત કરવો, ઘરમાંથી નકારાત્મક શક્તિ અને આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.
6. સફેદ કેસૂડાનો છોડ ઘરે લાવવાથી ધન અને વૈભવ વધે છે.
7. પૈસાની તંગીથી ચિંતીત હોય તો લાલ રંગના કપડામાં હરસિંગારની ગાંઠ બાંધી અને તિજોરીમાં રાખી દેવાથી ધનની ખામી દૂર થઈ જાય છે.
8. ગરીબ લોકોને પીતાંબર આપો. અન્નનું દાન આપો.

આ Video જુઓ: નવલિ નવરાત્રી – લો ગાર્ડનની મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન