First Death Of Gujarat Due to Corona Virus in Surat
  • Home
  • Featured
  • કોરોના વાયરસને કારણે ગુજરાતમાં પહેલું મોત સુરતમાં, વડોદરાની મૃતક મહિલાનો રિપોર્ટ નેગેટિવ

કોરોના વાયરસને કારણે ગુજરાતમાં પહેલું મોત સુરતમાં, વડોદરાની મૃતક મહિલાનો રિપોર્ટ નેગેટિવ

 | 9:15 pm IST

ગુજરાતમાં કોરોના વાયરસની કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધારે પાંચ કેસ પોઝિટિવ નોંધાતા હવે કુલ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે. સુરતમાં દાખલ એક વ્યક્તિનું કોરોના વાયરસને કારણે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તે હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ 7 લોકોનાં મોત થયા છે.

સુરતના 67 વર્ષીય વૃદ્ધને ચાર દિવસ પહેલાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે તેઓ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે તેઓની સ્થિતિ ગંભીર હતી. અને આજે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષીય વૃદ્ધ અસ્થમાની બીમારીથી પણ પીડાતા હતા. આ વૃદ્ધ અઠવાલાઈન્સ વિસ્તારના હતા. અને તેઓ હીરાના વેપારી હતી.  કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી. 

તો બીજી બાજુ વડોદરામાં પણ એક 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. તેઓને પણ કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ વડોદરાની હોસ્પિટલમાં દાખલ હતા. અને તેઓનાં રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ મહિલા પણ ડાયાબિટીસ અને બીપીની બીમારીથી પીડિત હતા. જો કે મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો. 

ગુજરાતમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી સુરતમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસને કારણે હવે ભારતમાં કુલ સાત લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કોરોનાને કારણે પહેલું મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 

આ વીડિયો પણ જુઓઃ ફાયરબ્રિગેડ દ્વારા 18 ટિમો બનાવીને અમદાવાદ શહેરમાં ફોગીંગ કરવામાં આવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન