First Hindu Temple made in Abu Dhabi, completed its first step
  • Home
  • Featured
  • મુસ્લિમ દેશમાં PM નરેન્દ્ર મોદીના સપનાનું મંદિર, શ્રદ્ધાળુઓ માટે આવ્યા સારા સમાચાર

મુસ્લિમ દેશમાં PM નરેન્દ્ર મોદીના સપનાનું મંદિર, શ્રદ્ધાળુઓ માટે આવ્યા સારા સમાચાર

 | 5:30 pm IST

સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) ની રાજધાની અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ તબક્કાને પાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મંદિરના નિર્માણ માટે ઇકો-ફ્રેન્ડલી રીત પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈના પ્રવાસ દરમિયાન ત્યાં ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફ્રેન્સિંગ કરી બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારયણ સંસ્થા(BAPS) મંદિરની આધાર શીલા રાખી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણ સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યાં સમારોહની શરૂઆત પ્રાર્થનાઓ સાથે થઈ અને ત્યાર બાદ મંદિરના પાયાનો પથ્થર મૂકવામાં આવ્યો. એક જ વારમાં 3,000 ધન મીટર કોંકરીટનું મિશ્રણ ભરવામાં આવ્યું જે 55 ટકા ફ્લાઇ એશથી બનેલું હતું. આ દરમિયાન ભારતીય રાજદૂત પવન કપૂર અને દુબઇમાં ભારતના કોન્સ્યુલર જનરલ વિપુલ, કમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ઓમર અલ મુથન્ના અને શાપુરજી પલોંજીના સીઇઓ મોહનદાસ સૈની ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના નિર્માણ કાર્ય ચાલુ વર્ષે જ પૂર્ણ થશે. ઉપરાંત મંદિરના અમુક મહત્વપૂર્ણ ભાગને આ વર્ષે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. પરંતુ બાકીના અન્ય હિસ્સાઓ પર લોકોની એન્ટ્રી 2022 સુધી જ શરૂ થઈ શકશે.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન