ISRO Shared First Illuminated Image of The Lunar Surface
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2નો જાદૂ, IIRS દ્વારા લેવાયેલી ચંદ્રની સપાટીની પહેલી અદ્ભુત તસવીર આવી સામે

ચંદ્રયાન-2નો જાદૂ, IIRS દ્વારા લેવાયેલી ચંદ્રની સપાટીની પહેલી અદ્ભુત તસવીર આવી સામે

 | 8:08 pm IST

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ ગુરૂવારનાં ચંદ્રની તસવીર જાહેર કરી છે. આ તસવીરને ચંદ્રયાન-2 IIRS (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર)એ લીધી છે. IIRSને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે ચંદ્રની સપાટીથી સૂર્યનાં કિરણોનો પ્રકાશ માપી શકે. ઇસરોએ જણાવ્યું કે IIRSને ચંદ્ર પર સૂર્યનાં પરિવર્તિત થતા કિરણો, ચંદ્રની સપાટી પર ઉપલબ્ધ ખનીજોને શોધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદ કેટલાક વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.

આ પહેલા 4 ઑક્ટોબરનાં ઇસરોએ ચંદ્રયાન-2નાં ઑર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી લેવામાં આવેલી તસવીર જાહેર કરી હતી. આ હાઈ રિઝોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટીની તસવીર લીધી હતી. આ તસવીરમાં ચંદ્રની સપાટી પર મોટા અને નાના ખાડાઓ જોવા મળી રહ્યા છે. ઇસરોએ હાઈ ઑર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી લેવામાં આવેલી તસવીર જાહેર કરી હતી. ઑર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરા ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ની હાઈ રિઝોલ્યૂશન તસવીર ઉલબ્ધ કરાવે છે. આ પૈંક્રોમેટિક બેન્ડ પર સંચાલિત છે.

અસફળ નથી ચંદ્રયાન-2 મિશન

ઇસરોએ સ્પષ્ટ કર્યું હતુ કે, “શરૂઆતનાં આંકડાઓ પ્રમાણે આપણા મિશનમાં ફક્ત 2 ટકાની જ ખામી થઈ હતી. 98 ટકા મિશન સફળ રહ્યું છે.” આના આધાર પર જ ઇસરો ચીફ ડૉક્ટર કે સિવને લોકો સાથે આ વાત કરી હતી. ત્યારે ઇસરો ચીફ ડૉ. કે. સિવને કહ્યું હતુ કે, “એનઆરસીની સંપૂર્ણ તપાસ બાદ અમે ઑર્બિટરથી મળેલા તમામ ડેટા અને તસવીરો લોકો માટે જાહેર કરીશું. રિવ્યૂ કમેટી એનઆરસી હજુ પણ ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડરની ખરાબ લેન્ડરનાં આંકડા અને તસવીરોની તપાસનું કામ કરી રહી છે.”

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન