First Image Of NC Leader Farooq Abdullah Comes Up With Media
  • Home
  • Featured
  • ફારૂક અબ્દુલ્લાએ નજર કેદમાંથી બહાર આવતા જ દેખાડ્યો અસલી રંગ, કહ્યું- આ આઝાદી તો…

ફારૂક અબ્દુલ્લાએ નજર કેદમાંથી બહાર આવતા જ દેખાડ્યો અસલી રંગ, કહ્યું- આ આઝાદી તો…

 | 5:58 pm IST

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લાની નજરબંધીને ખતમ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે શુક્રવારનાં નજરબંધી ખત્મ કરવાનો આદેશ જાહેર કર્યો. અનુચ્છેદ-370 હટ્યા બાદ એટલે કે 5 ઑગષ્ટનાં ફારુક અબ્દુલ્લાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 15 સપ્ટેમ્બરથી તેમને નજરબંધ કરવામાં આવ્યા હતા. લગભગ 6 મહિના બાદ સરકારે તેમની નજરબંધી ખત્મ કરી છે. જો કે તેઓ હજુ પણ હાઉસ અરેસ્ટ છે.

ફારૂક અબ્દુલ્લાએ નજર કેદમાંથી મુક્ત થતાની સાથે જ પોતાનો અસલી ચહેરો દેખાડ્યો છે. બહાર આવતાની સાથે જ તેમને ભારત વિરોધી અને ઉશ્કેરણીજનક નિવેદનબાજી શરૂ કરી દીધી છે.

ફારુક અબ્દુલ્લાને 5 ઑગષ્ટથી હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ સરકારે તેમની વિરુદ્ધ ગત વર્ષે 15 સપ્ટેમ્બરનાં પબ્લિક સેફ્ટી એક્ટનો કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ તેમને 3 મહિના માટે નજરબંધ કરવામાં આવ્યા હતા. ત્રણ મહિનાનો સમય 15 ડિસેમ્બરનાં ખત્મ થવાનો હતો તે પહેલા જ એટલે કે 13 ડિસેમ્બરનાં તેમની નજરબંધી 3 મહિના વધારી દેવામાં આવી હતી. હવે તેમની નજરબંધી ખત્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નજર કેદમાંથી મુક્ત થતાની સાથે જ તેમની એક તસવીર સામે આવી હતી. જેમાં તે પરિવારજનો સાથે નજરે પડે છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ દિલ્હી જઈને સંસદની કાર્યવાહીમાં ભાગ લેશે. પોતાના ઘરની બહાર બાલ્કનીમાં પરિવાર સાથે નજરે પડ્યા બાદ તેમણે કહ્યું હતું કે, આજે મારી પાસે બોલવા માટે શબ્દો નથી. આજે હું આઝાદ થયો છું. તેમનો કહેવાનો અર્થ એ હતો કે એમને મળેલી આ આઝાદી અધૂરી છે.

96 લોકોને પીએસએ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા

ફારુક અબ્દુલ્લા ઉપરાંત તેમના દીકરા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, આઈએએસ ઑફિસરથી નેતા બનેલા શાહ ફૈસલ સહિત અનેક નેતાઓ પર પીએસએ અંતર્ગત કેસ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અત્યારે ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, શાહ ફૈસલ સહિત અનેક નેતા કસ્ટડીમાં છે. કેટલાક દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતુ કે જમ્મુ-કાશ્મીરમાં 396 લોકોને પીએસએ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જે લોકોને પીએસએ અંતર્ગત કસ્ટડીમાં અથવા નજરબંધ રાખવામાં આવ્યા છે તેમાં 3 પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા પણ સામેલ છે. તેમાંથી ફારુક અબ્દુલ્લાને આજે છોડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન