પહેલી નજરમાં કેવો છે જિયો ફોન? તમે પણ જોઈ લો - Sandesh
  • Home
  • Technology
  • પહેલી નજરમાં કેવો છે જિયો ફોન? તમે પણ જોઈ લો

પહેલી નજરમાં કેવો છે જિયો ફોન? તમે પણ જોઈ લો

 | 6:30 pm IST

રિલાયન્સ જિયોએ 1,500 રૂપિયાના ફિચર સ્માર્ટફોન JioPhone લોન્ચ કર્યો છે. આની પ્રી બુકિંગ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ મોબાઈલ કસ્ટમર્સ સુધી પહોંચશે.  આ ફોનમાં શું છે ખાસ અને કેવો દેખાય છે એવી તમામ જાણકારી અમે તમને આપીશું.

ડિઝાઈન અને બિલ્ડ ક્વોલિટી

પહેલી નજરમાં આની બિલ્ડ ક્વોલિટી ઠિક-ઠાક લાગે છે, કેમ કે આ પ્રાઈઝમાં વર્તમાન બજારમાં આ બિલ્ડ ક્વોલિટી ફિચરના ફોન નથી. આ બ્લેક કલરનો ફોન છે અને આની બોડી ક્વોલિટી હાર્ડ પ્લાસ્ટિકની છે અને યૂઝ કરવામાં સરળ છે.

Lyfએ જિયોફોન કર્યો તૈયાર

રિલાયન્સના પોતાની બ્રાન્ડ Lyfએ જિયોફોન તૈયાર કર્યો છે. પ્લાસ્ટિક બોડીવાળા આ ફોનમાં 2000mAhની રિમૂવેબલ બેટરી છે. ફોનની જાડાઈ થોડી વધારે લાગી રહી છે. ફ્રન્ટમાં 2.4 ઈંચની ડિસ્પલે છે, જેની ઉપરની તરફ VGA ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની કિપેડમાં લેફ્ટ-રાઈટ ઓપ્શન અને કોલિંગ અને ડિસ્ક્નેક્ટિંગ બટનની વચ્ચે વોઈસ આસિસ્ટેન્ટ બટન આપ્યો છે. ફોમ કોલ ડિસ્કનેક્ટ કરનાર બટનથી જ સ્વિચ ઓન અને સ્વિચ ઓફ હોય છે. ફોનની બોડીની મેટ ફિનિશ ખુબ જ સ્મૂથ લાગે છે.

કેમેરાનું રિઝલ્ટ ખોટું ના કહી શકાય

આ ફોનમાં 2MP બેક કેમેરો અને VGA ફ્રન્ટ કેમેરો છે. જેટલી આ ફોનની કિંમત છે, તે હિસાબથી બેક કેમેરાનું પર્ફોમન્સ સારૂ છે. લેવામાં આવેલી તસવીર ખુબ જ ફાટેલી આવતી નથી. ફ્રન્ટનો VGA કેમેરો ખુબ જ સાધારણ છે, પરંતુ વીડિયો કોલિંગની ક્વોલિટી ખુબ જ સારી છે.

જિયો ફોનનું પ્રોસેસર

ફોનમાં KaiOSનું વર્ઝન 2.0 છે, જેને ફોનના હિસાબથી ઓપ્ટિમાઈજ કરવામાં આવ્યું છે. આ એન્ડ્રોઈડ અને આઈઓએસથી એકદમ અલગ છે. આ ફોનમાં અલગથી જિયો એપસ્ટોર પણ આપવામાં આવ્યું છે, જેમાં જિયો માટે બનેલી એપ્લિકેશન આપવામાં આવી છે. આ સ્ટોરમાં હાલમાં તો માત્ર My Jio, જિયો વીડિયો કોલિંગ, જિયો મ્યૂઝીક જેવા ઈનહાઉસ એપ્સ જ છે. આમાં ફોસબુકનું લાઈટ વર્જન અને વોટ્સએપનું લાઈટ વર્જન આપવામાં આવ્યું નથી. કંપનીનો દાવો છે કે, ફોનની 2000mAhની બેટરી 15 દિવસનું સ્ટેંડબાય ટાઈમ આપે છે.

બેટરી 15 દિવસની સ્ટેંડબાય

જિયોનો દાવો છે કે, આ ફોનમાં જિયો TV એપમાં જો TV ચેનલ પ્રસારિત કરવામાં આવે છે, તે ચેનલો રોકાયા વગર જ ચાલશે. એટલે કે, LIVE ટેલિકાસ્ટ દરમિયાન અસલી પ્રસારણ અને ફોનના પ્રસારણમાં વધારે ફરક જોવા મળશે નહી. આ ફોનમાં આપવામાં આવેલી બધી જ એપ ફ્રિ છે. ફોનમાં વાઈ-ફાઈ અને બ્લૂટૂથ પણ છે પરંતુ વાઈ-ફાઈ હોટ્સ્પોર્ટ આપવામાં આવ્યું નથી. કંપનીનું કહેવું છે કે, બ્લૂટૂથને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તે બેટરી વાપરશે. જિયો ટીવી એપનું કન્ટેન્ટ તમે તમારી ટીવી પર પણ બ્રોડકાસ્ટ કરી શકો છો. તે માટે માત્ર મીડિયા કેબલની જરૂરત પડશે, જે જિયો અલગથી વેચશે. આ ફોન જિયોની પે એપને પણ સપોર્ટ કરશે.