ગે ગે ગે ગે રે સાહેબા શાદી મેં સોદા નહીં – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ગે ગે ગે ગે રે સાહેબા શાદી મેં સોદા નહીં

ગે ગે ગે ગે રે સાહેબા શાદી મેં સોદા નહીં

 | 9:30 am IST


બ્રિટનના ડાર્લાસ્ટોનમાં જાહેદ ચૌધરી નામના 24 વર્ષના એક યુવકે તાજેતરમાં સીન રોગન નામના 19 વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે. બ્રિટનના આ પ્રથમ મુસ્લિમ સમલૈંગિક લગ્ન છે. જાહેદ અને સીનને 2 વર્ષથી સંબંધ હતા. સંબંધોનો અંત લાવવા કટ્ટરવાદીઓ તરફથી ધમકીઓ મળવા છતાં તેઓ હિંમત હાર્યા ન હતાં.

આ લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 24 વર્ષના જાહેદ ચૌધરી અને 19 વર્ષના સીન રોગને લગ્નમાં પારંપરિક બાંગ્લાદેશી પરંપરા મુજબના વસ્ત્રો પરિધાન કર્યા હતા. બંનેએ બ્રિટનના વોલસોલ રજિસ્ટ્રી ઓફિસમાં સિવિલ મેરેજ કર્યા છે.

જાહેદ અને સીનની મુલાકાત ઈંગ્લેન્ડના ડાર્લાસ્ટોનમાં થઈ હતી. જાહેદ એક દિવસ જાહેર બેંચ પર બેસીને રડી રહ્યોં હતો આ દરમિયાન ત્યાંથી સીન પસાર થયો હતો. જાહેદને રડતોં જોઈ તે તેની પાસે ગયો અને આ માટે પુછ્યું હતું. જાહેદે તેને વધી જ વિગતો જણાવી હતી. જાહેદે સીનને તેના જન્મદિવસ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.