First Investor Summit in J&K after Article 370 Scrapping
  • Home
  • Business
  • 370 બાદ J&K વિકાસના માર્ગે લઈ જવા મોદી સરકારનો પ્લાન, 2000 માંધાતાઓ આમંત્રિત

370 બાદ J&K વિકાસના માર્ગે લઈ જવા મોદી સરકારનો પ્લાન, 2000 માંધાતાઓ આમંત્રિત

 | 7:13 pm IST

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ હવે રાજ્યમાં રોકાણ વધારવા માટે મોટી અને પ્રમુખ યોજનાઓના અમલીકરણની તૈયારી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવશે. આ પહેલીવાર થશે જ્યારે રોકાણને આકર્ષિત કરવા માટે આટલા મોટા કાર્યક્રમના આયોજનની યોજના બનાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરના પ્રધાન સચિવ(વાણિજ્ય અને ઉદ્યોગ) એન.કે.ચૌધરીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે ઇન્વેસ્ટર સમિટનું આયોજન 12થી 14 ઓક્ટોબર વચ્ચે થશે. સામાન્ય રીતે આ પ્રકારની સમિટ માટે 6-8 મહિનાનો સમય લાગે છે. પરંતુ જમ્મુ-કાશ્મીર દિવસ-રાત મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવશે. ઉપરાંત તેમને કહ્યું કે સમિટની ઓપનિંગ સેરેમની શ્રીનગરમાં થશે. જ્યારે કાર્યક્રમનું સમાપન જમ્મુમાં કરવામાં આવશે.

આ સાથે પ્રદેશના અન્ય ક્ષેત્રોને સામેલ કરવા માટે સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ચૌધરીએ કહ્યું કે આ સમિટ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, વ્યાપાર અને ઉદ્યોગ જગતના દિગ્ગજોને આ સમિટમાં આમંત્રણ મોકલવામાં આવશે. સમિટમાં લગભગ 2000થી વધુ રોકાણકારોને આમંત્રણ આપવામાં આવશે. આ સમિટમાં સીઆઈઆઈ સહિત કેટલીક અન્ય સંસ્થાઓને પાર્ટનર બનાવવામાં આવશે. ઉપરાંત સમિટને સફળ બનાવવા માટે દેશભરમાં કેટલાક કાર્યક્રમ કરવામાં આવશે. અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરુ, મુંબઈમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત દિલ્હી ખાતે એક મેગા રોડ શોનું આયોજન કરવામાં આવશે. તેમને કહ્યું કે સમિટમાં મુખ્ય રીતે કૃષિ, હેલ્થકેર, સ્કિલ, મેન્યુફેક્ચરિંગ, ટૂરિઝમ સેક્ટર્સ સહિત લોકલ બિઝનેસ પર ફોક્સ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પોલીસની ફૂલ ડ્રેસ પરેડ રીહર્સલ યોજાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન