First Lady Melania Trump Shares Video of Taj Mahal
  • Home
  • Videos
  • Featured Videos
  • તાજમહેલ જોઈ મેલાનિયા એટલા ગદગદ થઈ ગયેલા, આ રહ્યો તેનો પુરાવો, Video

તાજમહેલ જોઈ મેલાનિયા એટલા ગદગદ થઈ ગયેલા, આ રહ્યો તેનો પુરાવો, Video

 | 5:19 pm IST

અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પોતાના પતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પ સાથે ભારતની મુલાકાત દરમિયાન તાજમહેલની મુલાકાત લીધી હતી. મેલાનિયાએ અમેરિકા પહોંચતાની સાથે જ પોતાનો સૂંદર ફોટો અને વીડિયો શેર કર્યો છે.

મેલાનિયાએ 47 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ દંપતિ મુઘલકાળના તાજમહેલના શાનદાર બગીચા અને પૂલની ચારેકોર લટાર મારતા નજરે પડે છે. વીડિયોમાં તેમની સાથે ટૂર ગાઈડ નિતિન કુમાર પણ નજરે પડે છે. નિતિને જ ટ્રમ્પ દંપત્તિને તાજમહેલના ઈતિહાસની વિગતે માહિતી આપી હતી. વીડિયોમાં મેલાનિયા અને ડોનાલ્ડ ટ્ર્મ્પ એક બીજાનો હાથ પકડીને ચાલતા નજરે પડે છે. વીડિયો શેર કરતા મેલાનિયાએ લખ્યું છે – “દુનિયાની સાતમી અજાયબીમાંનો એક તાજમહેલ”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન