'first learning Dance then come',choreographer-raju-khan-on-sets-of-andaaz priyanka chopra
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘જા પહેલા ડાન્સ શીખ પછી આવજે’, આ અભિનેત્રીને કોરિયોગ્રાફરે બધાની વચ્ચે લીધી આડે હાથ

‘જા પહેલા ડાન્સ શીખ પછી આવજે’, આ અભિનેત્રીને કોરિયોગ્રાફરે બધાની વચ્ચે લીધી આડે હાથ

 | 9:54 am IST

ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી છે. આ સફળતા માટે તેને રાત-દિવસ મહેનત કરી છે. ભલે તે ફિલ્મી બેકગ્રાઉન્ડની ન હોય, પણ પ્રિયંકાએ તેની મહેનતથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકાએ અક્ષય કુમાર સાથે ફિલ્મ અંદાઝથી તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 2003માં રિલીઝ થયેલી રાજ કંવરની ફિલ્મ અંદાઝમાં પ્રિયંકા ચોપડાનું પાત્ર એકદમ પડકારજનક હતું. શૂટિંગ દરમિયાન એક ઘટના એવી પણ હતી કે જેને પ્રિયંકા ભૂલી નથી. કોરિયોગ્રાફર રાજુ ખાને સેટ પર પ્રિયંકાને જોરદાર ઠપકો આપ્યો હતો કારણ કે તે ડાન્સ સ્ટેપ્સ યોગ્ય રીતે કરવામાં અસમર્થ હતી.

પ્રિયંકા ચોપરાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જણાવી રહી છે કે અંદાઝના સેટ પર 40 થી વધુ વખત રીટેક કર્યા પછી પણ તે બરાબર ડાન્સ કરી શકી નહીં. આ કારણે કોરિયોગ્રાફર રાજુ ખાને બધાની સામે તેને ઠપકો આપ્યો હતો.

પ્રિયંકાએ કહ્યું કે તે શૂટિંગના સંબંધમાં દક્ષિણ આફ્રિકા ગઈ હતી જ્યાં રોમેન્ટિક ગીતનું શૂટિંગ થવાનું હતું. તેણે કહ્યું, ‘મને યાદ છે કે રાજુ ખાન કોરિયોગ્રાફર હતા, તે સરોજ ખાનનો પુત્ર છે. તેમને માઇક નીચે મુકી દીધું અને કહ્યું માત્ર એટલા માટે તમે મિસ વર્લ્ડ છો તમને લાગે છે કે તમે અભિનેત્રી બની શકો છો. જા પહેલા ડાન્સ કરતા શીખ અને પછી પરફોર્મ કરવા આવજે.

તે સમયે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ગર્ભવતી હતી, જેનો લાભ પ્રિયંકા ચોપરાને મળ્યો. શુટિંગ થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન, પ્રિયંકાને ડાન્સની તૈયારી માટે સારો સમય મળ્યો. ત્યારબાદ પ્રિયંકાએ પંડિત વીરુ કૃષ્ણનની મુલાકાત લઈને કથક શીખવાનું શરૂ કર્યું. તે દરરોજ છ કલાક પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે તે ફરીથી શૂટિંગમાં પાછી ફરી ત્યારે તે પહેલા કરતા વધારે સારી રીતે ડાન્સ કરવાનું જાણતી હતી.

આ પણ જુઓ : ઊનાના સૈયદ રાજપરા ગામે મકાન ધરાશાયી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન