First ODI Match between India and Australia at Mumbai
  • Home
  • Sports
  • Cricket
  • IndvsAus: ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ભૂંડો પરાજય, વિરાટનાં વીરોની કાંગારૂઓએ કાઢી ધૂળ

IndvsAus: ઑસ્ટ્રેલિયા સામે ભારતનો ભૂંડો પરાજય, વિરાટનાં વીરોની કાંગારૂઓએ કાઢી ધૂળ

 | 2:09 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ વન ડેની સિરીઝની શરૂઆત થઈ છે. સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો લક્ષ્ય આપ્યો હતો. ત્યારે લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે વિના વિકેટે જીત મેળવી લીધી છે. ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(128*) અને એરોન ફિંચ(110*) ફટકારીને ઑસ્ટ્રેલિયાની 10 વિકેટે જીત અપાવી છે. 

આ પહેલા ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી ન રહી અને સ્ટાર બેટ્સમેન માત્ર 10 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ કે.એલ.રાહુલ(47) અને શિખર ધવન(74) બનાવી આઉટ થયા. જોકે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 16 રન બનાવી પેવેલિયન ભેગો થયો અને શ્રેય્યસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો.

ત્યાર બાદ રિષભ પંત 28, રવિન્દ્ર જાડેજા 25, શાર્દુલ ઠાકુર 13, કુલદીપ યાદવ 17 અને મહોમ્મદ શમી 10 રન બનાવી આઉટ થયા. જ્યારે જસપ્રિત બુમરાહ ખાતું ખોલ્યા વગર અણનમ રહ્યો. આ સાથે ટીમ ઇન્ડિયા 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ થઈ. ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો ટાર્ગેટ આવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી. જ્યારે પેટ કમિન્સ અને કેન રિચાર્ડસન 2-2 વિકેટ લીધી. ઉપરાંત એડમ ઝમ્પા અને એસ્ટોન અગરે 1-1 વિકેટ લીધી.

ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી ન રહેતા પહેલી વિકેટ તરીકે રોહિત શર્મા માત્ર 10 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ કે.એલ.રાહુલ(47) અને શિખર ધવન(74) બનાવી આઉટ થયા. ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર 16 રન બનાવી પેવેલિયન ભેગો થયો અને શ્રેય્યસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો. લખાય ત્યાં સુધી રિષભ પંત(4*) અને રવિન્દ્ર જાડેજા(0*) ક્રીઝ પર છે.

ટીમની વાત કરીએ પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્મા, શિખર ધવન અને કે.એલ રાહુલ ત્રણે સામેલ કરવામાં આવ્યા છે. રોહિત અને ધવને ઓપનિંગ કરી જ્યારે રાહુલ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી નંબર 4 પર બેટિંગ કરી શકે છે. સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પર છે. જ્યારે ઝડપી બોલરમાં મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુર સામેલ છે. નવદીપ સૈનીની જગ્યાએ મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવ્યો છે.

જ્યારે શિવમ દુબેની જગ્યાએ કે.એલ.રાહુલ અને કેદાર જાધવની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો માર્નસ લાબુશેનએ આ મેચથી વન ડે ડેબ્યૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે થનારી આ વન ડે શ્રેણીમાં જબરદસ્ત ટક્કર થવાની અપેક્ષા છે. કારણ કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હિસાબ બરાબર કરવા મેદાન પર પૂરજોશ સાથે ઉતરશે. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ સિરીઝને પોતાના નામે કરવા આત્મવિશ્વાસ સાથે ભારતને જબરદસ્ત ટક્કર આપશે.

આ વીડિયો પણ જુઓ: ઉત્તરાયણ પર્વ પર ઉંધિયા અને જલેબીની મોજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન