ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર’માં અનુપમ ખેર ‘મનમોહન સિંહ’, તો આ એક્ટર્સ છે રાહુલ અને પ્રિયંકા ગાંધી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર’માં અનુપમ ખેર ‘મનમોહન સિંહ’, તો આ એક્ટર્સ છે રાહુલ અને પ્રિયંકા ગાંધી

ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર’માં અનુપમ ખેર ‘મનમોહન સિંહ’, તો આ એક્ટર્સ છે રાહુલ અને પ્રિયંકા ગાંધી

 | 11:57 am IST

બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલા ડિરેક્ટર વિજય રત્નાકરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના સેટ પરથી વધુ એક તસવીર સામે આવી છે. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર તસવીર શેર કરી છે.

જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું પાત્ર ભજવનારા કલાકારો પણ જોવા મળી રહ્યા છે. મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેંટલ પ્રાઈમ મિનિસ્ટર’માં અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક છે, જે ટૂંક સમયમાં જ રીલિઝ થશે. મનમોહન સિંહના જીવન આધારિત ફિલ્મમાં એક ઈકોનોમિસ્ટ અને પોલિટિશિયન હોવાની સાથે 2004-2009 સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા, તે જર્ની પણ દર્શાવાશે. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટ’ પર આધારિત છે. અનુપમ ખેર આ લૂકના કારણે ખૂબ ચર્ચામાં છે.

આ નવી તસવીર મનમોહન સિંહ એટલે કે અનુપમ ખેરે પોસ્ટ કરી છે. જેમાં તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પાત્ર સાથે ઊભેલા જોવા મળે છે. રાહુલ ગાંધીના પાત્રમાં અર્જુન માથુર છે, જ્યારે પ્રિયંકા ગાંધીના પાત્રમાં અહાના કુમરા જોવા મળશે.

અગાઉ પણ અનુપમ ખેરે સોશિયલ મીડિયા અકાઉંટ પર મનમોહન સિંહ તરીકેની પોતાની તસવીર શેર કરી હતી. જેને જોયા બાદ લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. દાઢી, પાઘડી અને અનુપમ ખેરનો અંદાજ અદ્દલ મનમોહન સિંહ જેવો જ છે.

આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. શાહરૂખ ખાન અને આનંદ એલ. રાયની ‘ઝીરો’ પણ આ જ તારીખે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના અને અનુષ્કા શર્મા પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન