First photo of omicron released, Classification of B.1.1.529
  • Home
  • Corona
  • દુનિયા સામે Omicronની પહેલી તસવીર, Delta કરતાં કયાંય ભયાનક દેખાયો

દુનિયા સામે Omicronની પહેલી તસવીર, Delta કરતાં કયાંય ભયાનક દેખાયો

 | 11:58 am IST
  • Share

  • સાઉથ આફ્રિકામાં સિક્વેંસ કરાયું હતું ‘એમિક્રોન વેરિઅન્ટ’

  • ‘ડેલ્ટા’ની સરખામણીમાં કયાંય વધુ સંક્રમક અને ઘાતક

  • રોમની હોસ્પિટલે રજૂ કરી ‘ઓમિક્રોન’ની પહેલી તસવીર

ઇટાલીના રિસર્ચર્સે કોવિડ-19ના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ની પ્રથમ તસવીર જાહેર કરી છે. તસવીર પુષ્ટિ કરે છે કે નવો સ્ટ્રેન મૂળ કોરોના વાયરસનું અત્યંત પરિવર્તિત સ્વરૂપ એટલે કે રૂપ બદલતું છે. ‘ડેલ્ટા’ વેરિઅન્ટ કરતાં ‘ઓમિક્રોન’ ખૂબ જ વધુ મ્યુટેશન્સ જોવા મળી રહ્યા છે. જો કે વિશ્વભરમાં સનસનાટી મચાવનાર આ વેરિયન્ટ કેટલો સંક્રમક અને જીવલેણ બીમારી આપે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

‘ઓમિક્રોન’ ડેલ્ટાથી ખૂબ જ અલગ


બેબી જીસસ પેડિયાટ્રિક હોસ્પિટલ (Bambino Gesù Children’s Hospital) એ આ ફોટો જાહેર કર્યો છે. તેમાં ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટનું સ્પાઇક પ્રોટીન અને જમણી બાજુએ એમિક્રોનનું પ્રોટીન દર્શાવેલ છે. સંશોધકોના મતે ઓમિક્રોનના મોટાભાગના મ્યુટેશન એ જ વિસ્તારમાં છે જે માનવ કોશિકાઓના સંપર્કમાં આવે છે.

તસવીરમાં દેખાતો લાલ રંગનો ઘેરાવો એ દેખાડે છે કે ત્યાં ઘણોબધો ફેરફાર આવ્યો છે. ગ્રે એરિયા એ છે જ્યાં વાયરસ તે સ્વરૂપમાં જ હાજર છે. રિસર્ચર્સ એ કહ્યું કે ‘વધુ અભ્યાસ બતાવશે કે નવો વાયરસ તટસ્થ છે, ઓછો ખતરનાક છે કે વધુ ખતરનાક છે.’

ઓમિક્રોન: આખી દુનિયા સમજવામાં લાગી

26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોવિડ વેરિઅન્ટ B.1.1.529ને એમિક્રોન નામ આપતા તેને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ ગણાવ્યું હતું. નવા વેરિઅન્ટને સમજવા માટે દુનિયાના વૈજ્ઞાનિક ઝઝૂમી રહ્યા છે. ઇટાલિયન રિસર્ચર્સની જેમ WHO એ પણ કહ્યું કે તે હજી સ્પષ્ટ નથી કે ઓમિક્રોન બાકીના વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે કે નહીં. આ વેરિઅન્ટની ખાસિયતો બાકીના વેરિઅન્ટથી અલગ છે, આ અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.

એમિક્રોનથી ડરી ગઇ દુનિયા, દેશોએ કડક પ્રતિબંધો મૂકયા

નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં મુસાફરી પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો એક કેસ મળ્યા બાદ ઇઝરાયેલે તેના નાગરિકોને 50 આફ્રિકન દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ રવિવારે વધુ કડક દેખરેખ હેઠળ દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું પરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. અહીં રવિવારે દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા 14 વિદેશી પ્રવાસીઓમાંથી 2માં ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના કેસની પુષ્ટિ થઈ હતી.

ન્યૂઝીલેન્ડે ખતરાને જોતા દક્ષિણ આફ્રિકાના 9 દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જાપાને પણ નિયંત્રણો કડક કરવાની જાહેરાત કરી છે. થાઈલેન્ડે આફ્રિકાના 8 દેશોના પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. સિંગાપોરમાં પણ સમાન પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તો દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ મળ્યા બાદ પાકિસ્તાને પણ સાત દેશોની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કુવૈતે 9 આફ્રિકન દેશો સાથેની સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો