First puja performed in 72 years at Sharda shrine in Pakistan occupied Kashmir
  • Home
  • Featured
  • પાકિસ્તાનની અવળચંડાઇ અને ગોળીઓના ધણધણાટ વચ્ચે NRI દંપતીનો PoKમા પ્રવેશ, કર્યું આ મોટું કામ

પાકિસ્તાનની અવળચંડાઇ અને ગોળીઓના ધણધણાટ વચ્ચે NRI દંપતીનો PoKમા પ્રવેશ, કર્યું આ મોટું કામ

 | 10:00 am IST

72 વર્ષ બાદ પહેલી વખત પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં માતા શારદા પીઠ શક્તિ સ્થળ પર કોઇ હિન્દુ શ્રદ્ધાળુએ પહોંચીને પૂજા-અર્ચના કરી. આ છે ભારતીય મૂળના હોંગકોંગમાં રહેતા દંપતી કેપી વેંકટરમન અને તેમના પત્ની સુજાતા. ખંડેર થઇ ચૂકેલા શારદા પીઠ સુધી પહોંચવામાં દંપતીને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારતીય મૂળના હોવાના લીધે પાકિસ્તાને દંપતીને શારદા પીઠ સુધી જવાની પહેલાં તો મંજૂરી જ ના મળી. કેટલાંય દિવસની પૂછપરચ્છ બાદ એનઓસી રજૂ કરી.

માતાના તમામ શક્તિ પીઠના દર્શન કરી ચૂકેલા દંપતીને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે એક શક્તિ પીઠ પીઓકેમાં પણ છે. અહીં આઝાદી બાદ આજ સુધી કોઇ જઇ શકયું નથી. દંપતીએ ટ્વિટર દ્વારા ‘સેવ શારદા સમિતિ કાશ્મીર’ના ફાઉન્ડર રવિન્દ્ર પંડિત સાથે સંપર્ક કર્યો. તેના માટે જરૂરી માહિતી એકત્ર કરી.

…અને આ રીતે મળી મંજૂરી

30મી સપ્ટેમ્બરના રોજ શારદાની યાત્રા માટે કાયદેસર વીઝા પર દંપતિ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ પહોંચ્યા. શારદા પીઠ સુધી પહોંચવા માટે બે સ્થાનિક રહેવાસીઓએ તેમની મદદ કરી. પીઓકે જવા માટે એનઓસીની જરૂર હતી. દંપતીએ પોતાની યાત્રા ના દસ્તાવેજોની સાથે મુઝફ્ફરાબાદમાં સરકારને દલીલ આપી કે તેઓ હોંગકોંગના રહેવાસી છે અને ત્યાંથી આવ્યા છે. જેમ તેમ ડોક્યુમેન્ટસની પુષ્ટિ થયા બાદ પીઓકે એ પીએમને દખલ આપી અને અંતમાં દંપતીની એનઓસી રજૂ થઇ.

શારદા પીઠને ફરીથી ખોલવાની કરાશે માંગણી

ત્યારબાદ તેમણે પાકિસ્તાનના કબ્જાવાળી કિશનગંગા નદીની પાસે તટ પર જવાની મંજૂરી આપી, જ્યાં 4 ઑક્ટોબરના રોજ પૂજા કરી શકયા. જો કે શારદા મંદિર સંપૂર્ણપણે ખંડેરની સ્થિતિમાં છે. LoC પર તણાવના લીધે એ રાત્રે શારદા ક્ષેત્રમાં પણ ગોળીબાર થયો. ત્યાંથી સુરક્ષિત નીકળવામાં બે સ્થાનિક લોકોએ તેમની ભરપૂર મદદ કરી. રવિન્દ્ર પંડિતે કહ્યું કે અમે કરતારપુરની જેમ જ શારદા પીઠને ફરીથી ખોલવાની માંગણી કરીશું.

આ વીડિયો પણ જુઓ – ફાફડા-જલેબીની જયાફત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન