First ‘red heifer’ born in Israel for 2000 years
  • Home
  • Featured
  • દુનિયાના આ ખૂણે લાલ વાછરડાનો થયો જન્મ, ગમે તે ઘડીએ આવશે દુનિયાનો અંત!

દુનિયાના આ ખૂણે લાલ વાછરડાનો થયો જન્મ, ગમે તે ઘડીએ આવશે દુનિયાનો અંત!

 | 11:10 am IST

દુનિયાના અંતની કેટલીય ભવિષ્યવાણીઓ સામે આવી ચૂકી છે. હવે એક વાછરડાના જન્મને લઇ દુનિયાના અંતનો દાવો કરાઇ રહ્યો છે. ઇઝરાયલમાં ટૂંક સમયમાં જ દુનિયાના અંતનો સંકેત કરનાર રહસ્યમયી લાલ વાછરડાના જન્મની ચર્ચા થવા લાગી છે. કહેવાય છે કે 2000 વર્ષમાં પહેલી વખત ઇઝરાયલમાં લાલ વાછરડાંનો જન્મ થયો છે. લાલ વાછરડાના સમાચાર સોશિયલ મીડિયા પર જબ્બર વાયરલ થઇ રહ્યાં છે, તેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

લોકોમાં એ આશંકા ઉભી થઇ છે કે દુશ્મન દેશોની સેનાઓ પરસ્પર એક-બીજાની વિરૂદ્ધ બાથ ભીડવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં જ દુનિયા ખત્મ થઇ જસે. ઇસાઇ અને યહુદી બંનેના ધર્મ ગ્રંથોના મતે લાલ વાછરડાનો જન્મ દુનિયાના સર્વનાશનો સંકેત છે. જો કે યેરૂસલમ સ્થિત ટેમ્પલ ઇન્સ્ટિટ્યુટની તરફથી કહેવામાં આવ્યું છે કે નવજાત વાછરડાનું પરીક્ષણ કરી રહ્યાં છે.

પરીક્ષણ બાદ નિષ્ણાતો કહેશે કે વાછરડું સંપૂણપણે લાલ છે કે નહીં. કહેવાય છેકે કોઇ દેવદૂતે કહ્યું હતું કે પહેલી લાલ ગાયનો જન્મ થતાં જ દુનિયાનો સર્વનાશ થઇ જશે. વાછરડાના જન્મની વાત ખુદ ટેમ્પલ ઇન્સ્ટિટ્યુટે યુટ્યુબ પર કરી છે અને એ પણ કહ્યું છે કે વાછરડાંનું પરીક્ષણ ચાલુ છે.

ઇસાઇ અને યહુદીઓમાં દુનિયાના અંત સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓમાં લાલ ગાય સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. બાઇબલમાં કહ્યું છે કે ધરતી પર પૂર્ણ સ્વરૂપે લાલ વાછરડાનો જન્મ લેવાનો મતલબ છે કે યહુદીના મસિહાએ જન્મ લઇ લીધો છે.